Heavy Rains in himachal pradesh: હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વાદળ ફાટવાને(Heavy Rains in himachal pradesh) કારણે તબાહી મચી ગઈ છે. રાજ્યના સોલન સ્થિત મમલીકના ધાયવાલા ગામમાં આ વખતે વાદળ ફાટ્યું છે. સોલનમાં વાદળ ફાટવાના કારણે 7 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાદળ ફાટવાની આ ઘટના મોડી રાત્રે બની હતી.
વાદળ ફાટ્યા બાદની તસવીરો પણ સામે આવી છે, જેમાં દેખાઈ રહ્યું છે કે આખું ગામ કાટમાળથી ઢંકાયેલું છે અને સર્વત્ર તબાહીનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વાદળ ફાટવાની આ ઘટનામાં બે મકાનો અને એક ગૌશાળા પણ ધોવાઈ ગઈ છે. સોલનના ડીસી મનમોહન શર્માના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાના કારણે 7 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે આજે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે.
Himachal Pradesh | A cloud burst reported at Jadon village of Kandaghat sub division in Solan. Two houses and one cowshed washed away. Details awaited.
(Photos : District Disaster Management Authority, Solan) pic.twitter.com/lz4l4khsRS
— ANI (@ANI) August 14, 2023
લોકો અલગ-અલગ જગ્યાએ અટવાયા છે. હિમાચલના પહાડો પર સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. આ દરમિયાન, સરકારે 14 ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીએ આજે એટલે કે 14મી ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત પરીક્ષાઓ મુલતવી રાખી છે. ભારે વરસાદમાં ભૂસ્ખલનને કારણે કુલ્લુ-મનાલી તરફ જતા રસ્તાઓ બંધ છે. ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવેથી પંડોહ વચ્ચે ઘણી જગ્યાએ રસ્તાઓ પણ બંધ છે. DGP સંજય કુંડુએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે એડવાઈઝરી જારી કરી છે.
તેમજ નદી-નાળા અને ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. શિમલા અને ચંદીગઢને જોડતા શિમલા-કાલકા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલનને કારણે કોટી નજીક ચક્કી મોર ખાતે મોટી સંખ્યામાં ભારે વાહનો રસ્તાની બંને બાજુ ફસાયેલા છે. આ સિવાય મંડી જિલ્લામાં ઘણી જગ્યાએથી મકાનો અને ખેતીની જમીનને નુકસાનના અહેવાલો પણ આવી રહ્યા છે.
છેલ્લા 48 કલાકથી સતત પડી રહેલા વરસાદે હમીરપુર જિલ્લાના તમામ વિસ્તારોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. બિયાસ અને તેની ઉપનદીઓમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને સલાહ આપી છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં બહાર ન નીકળે અને બિયાસ નદી અને નાળાના કિનારે જવાનું ટાળે.
Again tragedy has befallen Himachal Pradesh, with continuous rainfall over the past 48 hours.
Reports of cloudbursts and landslides have emerged from various parts of the state resulting in loss of precious lives and property.
I urge the people to avoid areas prone to… pic.twitter.com/EQAWn3kqVd
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
પહાડી રાજ્યોમાં કુદરતનો વિનાશ ચાલુ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આકાશમાંથી વરસાદ પડી રહ્યો છે. બંને પહાડી રાજ્યોમાં કુદરતી કહેર તૂટ્યો છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. બંને રાજ્યોમાં એલર્ટ છે. જ્યાં મંડીમાં બિયાસ નદીમાં ઉછાળો છે. તો અલકનંદાના મોજા પૌરી ગડવાલમાં ડરાવે છે. ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન થયું હતું. શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં જતાં શ્રાવણ મહિનાના સોમવારે પૂજા કરવા આવેલા લગભગ 50 લોકો કાટમાળ નીચે દટાયા હતા. 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube