દર્દનાક અકસ્માતમાં એક સાથે 7 એન્જિનિયરિંગ વિધાર્થીના મોત- દીકરો ખોતા કેટલાય પરિવારો ભાંગી પડ્યા

Assam Road Accident: વાત કરવામાં આવે તો અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અને અકસ્માતમાં મોતની સંખ્યામાં પણ મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે.…

Assam Road Accident: વાત કરવામાં આવે તો અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અને અકસ્માતમાં મોતની સંખ્યામાં પણ મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. આસામ (Accident in Assam)ની રાજધાની ગુવાહાટી (Accident in Guwahati)ના જાલુકબારી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માત (Assam Road Accident)માં ઓછામાં ઓછા સાત લોકોના મોત (7 engineering students died) થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ગુવાહાટીના જોઈન્ટ પોલીસ કમિશનર થુબે પ્રતીક વિજય કુમારે મીડિયાને જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકો વિદ્યાર્થીઓ છે. આ ઘટના જાલુકબારી વિસ્તારમાં બની હતી.

પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે જાલુકબારી ફ્લાયઓવર પર આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં આસામ એન્જિનિયરિંગ કોલેજ (AEC)ના ઓછામાં ઓછા સાત વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. સ્કોર્પિયો કારના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતાં આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જે બાદ જાલુકબારી ફ્લાયઓવર રોડ પર પાર્ક કરેલી બોલેરો ડીઆઈ પીકઅપ વાન સાથે સ્કોર્પિયો અથડાઈ હતી અને ડિવાઈડર સાથે અથડાઈ હતી.

જાલુકબારી ફ્લાયઓવર રોડ અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઓળખ ગુવાહાટીના અરિંદમ ભવાલ અને નીઓર ડેકા, શિવસાગરના કૌશિક મોહન, નાગાંવના ઉપાંશુ સરમાહ, માજુલીના રાજ કિરણ ભુઈયા, ડિબ્રુગઢના ઈમોન બરુહા અને મંગળદોઈના કૌશિક બરુહા તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ગ અકસ્માત સમયે સ્કોર્પિયો કારમાં દસ લોકો મુસાફરી કરી રહ્યા હતા. દસમાંથી સાત વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં તાત્કાલિક ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)માં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ ત્યાં પહોંચેલી પોલીસ વિદ્યાર્થીઓનો જીવ બચાવી શકી ન હતી કારણ કે તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *