રાજકોટ અંગ્નિકાંડમાં એક જ પરિવારના 7 સભ્યો હોમાયા; જાણો આ રીતે ગેમઝોન બન્યું ‘ડેથ ઝોન’

Rajkot TRP Gamezone Fire: રાજકોટ શહેરમાં TRP ગેમિંગઝોન અગ્નિકાંડ મામલે મોટા ખુલાસા થયાં હોવાનું સામે આવ્યું છે. તપાસ કરતા જાણવા મળ્યું કે, ગેમઝોન ખાતે મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેને કારણે આગે વિકરાળ(Rajkot TRP Gamezone Fire) સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે આ કાળમુખો શનિવાર ક્યારેય ભૂલી ન શકાય તેવો દિવસ બની ગયો હતો. શનિવાર સાંજ જાણે કે કાળ લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના એક પીડિત ગઇ કાલ રાતથી તેમના 5 સગાને શોધી રહ્યા છે પણ તેમનો હજું સુધી પતો મળ્યો નથી.

પીડિતના 5 સગા મિસીંગ
આ અંગે પીડિતે જણાવ્યું હતું કે, મારા કાકાના દિકરા અને દિકરી બચી ગયા છે પણ બીજા 5 જણા મળતા નથી. અમે રાત્રે બહું શોધ્યા પણ મળતા નથી. ગઇ કાલે રાત્રે સાડા સાત વાગે મને ફોન આવ્યો કે આ લોકો ગેમઝોનમાં હતા અને ત્યારથી હું અને મારા પરિવારના બીજા સભ્યો તેમને શોધીએ છીએ પણ હજું સુધી 5 સગાની ભાળ મળી નથી. આ હોસ્પિટલમાં 2 જણા દાખલ છે.

અમે અમારી રીતે શોધીએ છીએ.સાંગણવા ગામના વિરેન્દ્રસિંહનો છેલ્લો વીડિયો આવ્યો સામે આવ્યો છે. થયું એવું કે અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.

મનપાના કોઇ રેકર્ડ પર આ ગેમ ઝોન હતો જ નહીં
સ્ટેબિલિટી સર્ટિફિકેટ આવી ગયા બાદ સંચાલકો સીધા જ પોલીસ પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી મેળાની કેટેગરીમાં એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મંજૂરી લીધી હતી. આ મંજૂરી આવ્યા બાદ ગેમ ઝોન શરૂ કર્યો અને ત્યારબાદ ધીરે ધીરે બાંધકામ વધારતા ગયા. ટી.પી અને ફાયરની કોઇ કાર્યવાહી કરી ન હતી એટલે મનપાના કોઇ રેકર્ડ પર આ ગેમ ઝોન હતો જ નહીં એટલે ત્યારબાદ તો ગેરકાયદે પાકા બાંધકામ પણ કરી દેવાયા હતા.

અધિકારીએ જવાબ આપવાનું ટાળ્યું
આ સ્ટેબિલિટી સર્ટિફિકેટની સમય મર્યાદા હોય છે અને સમયાંતરે ઈજનેરોએ ચકાસણી કરવાની હોય છે. જોકે મંજૂરી બાદ કોઇ અધિકારી ડોકાયા ન હતા. આ સર્ટિફિકેટ આપનાર માર્ગ અને મકાન વિભાગ મિકેનિકલ વિભાગના એક્ઝિક્યુટિવ ઈજનેર સી.સી. પટેલનો સંપર્ક કરાયો હતો જેવું તેમણે દિવ્ય ભાસ્કરનું નામ સાંભળ્યું એટલે થોડી વાર મૌન થઈ ગયા અને બાદમાં ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદથી તેમનો ફોન બંધ જ છે.