70 વર્ષની ઉંમરે બરફના ગોળા વેચી વૃદ્ધાવસ્થાને ‘મીઠી’ બનાવી- દૈનીક 12 હજારની કરે છે કમાણી

સામાન્ય રીતે જોવા જીયે તો મનુષ્યનો જ્યારથી જન્મ થાય છે અને તે પૃથ્વી પર અવતરે છે ત્યાર પછી માનવીની જીંદગીમાં જીવનના ત્રણ પડાવ બાલ્યાવસ્થા, યુવાવસ્થા…

સામાન્ય રીતે જોવા જીયે તો મનુષ્યનો જ્યારથી જન્મ થાય છે અને તે પૃથ્વી પર અવતરે છે ત્યાર પછી માનવીની જીંદગીમાં જીવનના ત્રણ પડાવ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. યુવાવ્યથામાં માણસ કઇક કરી બતાવાનો જુસ્સો સૌઈ કોઇમાં હોય છે. અને વૃદ્ધાવસ્થામાં (Old age) લોકો નિવૃત્તિ પસંદ કરતા હોય છે. પરંતુ જેતપુરના મેવાસા ગામમાં વૃદ્ધ દંપતીએ (Old couple) આરામ કરવાને બદલે કાંડાની કમાણીએ જીવન જીવવાનાનો નિર્ધાર કર્યો અને આજે બરફના ગોલા વેચી આત્મનિર્ભર બન્યા છે. યુવાનોને શરમાવતા આ વૃદ્ધ દંપતીની ઉંમર 70 વર્ષ છે.

તપુરના મેવાસા ગામમાં વૃદ્ધ દંપતીએ ખરેખર લોકોમાં એક સારો સંદેશ જાય અને લોકોને પ્રેરણા મળી રહે તેવું કાર્ય કરી રહ્યા છે અને એ પણ ખુબજ સરસ રિતે કરી રહ્યા છે. આમ તમને જોઇને થાય કે સાલું 70 વર્ષની ઉમરે જ્યારે કોઈ વૃદ્ધ પતિ-પત્ની કામ કરી રહ્યા હોય. ત્યારે પહેલો વિચારા એવો આવે કે શું પરિવારમાં કોઈ નહીં હોય? શું દીકરા-દીકરીઓએ તરછોડી મુક્યા હશે? પરંતુ આ બધા વિચારોથી દૂર આજે એક એવા દાદા-દાદી સાથે મુલાકાત કરાવવી છે. જેઓ 70 વર્ષે પણ ગોલા વેચે છે. દીકરા-દીકરીએ તરછોડ્યા નથી છતાં. ખુદના દમ પર જીવી રહ્યા છે અને એ પણ મસ્ત લાઈફ છે.

ગુજરાતમાં આવેલા જેતપુર પંથક ની આ વાત છે ચાલો તમને સઘળી માહિતી જણાવીએ આજે આપણે દાદા દાદી વિષે પણ જાણીશું મેવાસા ગામના મોજીલા દાદા-દાદી જેમની ઉંમર 70 વર્ષ છે. પરંતુ બરફનો ગોળો બનાવવામાં એવી મહારથ હાંસલ કરી છે કે, જેતપુરથી લઈને જૂનાગઢ-ગોંડલ સુધી. અને આ તરફ રાજકોટ સુધીના લોકો દાદા-દાદીના ગોળો ખાવા માટે આવી રહ્યા છે. અને રાત્રે તો લોકોની મસમોટી લાઈન લાગેલી હોય છે અને એકધારા માણસો આવવાનું ચાલુ રહે છે.

આહ 70 વર્ષના દાદા અને દાદી કે જેમનું નામ મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવા તેમના સંતાનો પણ સુરતમાં ગોળા વેચવાનો જ ધંધો કરે છે, જ્યારે દીકરાના નામથી જ આ દંપતી મેવાસા ગામમાં ગોળા વેચવાનો ધંધો કરે છે અને એ પણ આત્મનિર્ભર રીતે જીવવા માટે. અને તેમના રાજકોટ અને સુરત બંનેના ગોળા એટલા બધા ફેમસ છે કે અહીના લોકો રાત્રે ખુબ ભીડમાં પણ અહી ગોળા ખાવા પોહચી જાય છે.

ગોળા બનાવનાર દાદી મુક્તાબેન વધુમાં જણાવી રહ્યા છે કે, અમે 40 વર્ષથી બરફના ગોલાનો ધંધો કરીએ છીએ. હાલ સારી કમાણી છે, મારા પતિ બધી વસ્તુઓ લઇ આવે અને હું ગોલો બનાવવામાં મદદ કરું છું. રોજ 40થી 50 ગામના લોકો અહીં ગોલો ખાવા આવે છે. અમારી ઉંમરના લોકોએ એટલી અપીલ છે કે, થાય એટલું કામ કરો, થાય એટલી ભક્તિ કરો. મારું માનવું છે કે વૃદ્ધોએ પહેલા કામ કરવાનું પછી ભક્તિ કરવાની.

અને અમે ફક્ત સાડા ગોળા નથી બનાવતા અમે અહિયાં ઘણા બધા પ્રકારના ફેન્સી અને યુનિક ગોળા બનાવીએ છીએ અમે અહિયાં અહીં કેડબરી, ઓરેન્જ, રાજભોગ, કાલાખટ્ટા અને પાઈનેપલ ગોલો કેટલો ફેમસ હશે. 3 વાગ્યાથી લઈને રાત્રિના 2 વાગ્યા સુધી અહીં ગોલો ખાવા માટે લોકોની પડાપડી થાય છે. જોકે, આટલી ઉંમરે પણ આત્મનિર્ભર રહી જીવન પસાર કરતા આ બંને દંપતી વિચારો કેવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *