કેન્દ્રના કર્મચારી(Center staff)ઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર, દર મહિને 2250 રૂપિયાનો CEA ક્લેમ ઉપલબ્ધ છે. હકીકતમાં, કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને બે બાળકોના શિક્ષણ માટે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (Children’s Education Allowance)આપે છે. આ બે બાળકો માટે વધુમાં વધુ 4500 રૂપિયા સુધી હોઈ શકે છે. જે કર્મચારીઓ કોરોના રોગચાળાને કારણે 2020માં ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સનો દાવો કરી શક્યા ન હતા તેમની પાસે તેની છેલ્લી તક છે.
તમામ કર્મચારીઓ આજે એટલે કે 31મી માર્ચ 2022 સુધી કોઈપણ સત્તાવાર દસ્તાવેજો વિના બાળકોના શિક્ષણ ભથ્થાનો દાવો કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને 7મા પગાર પંચની ભલામણો અનુસાર, બે બાળકો માટે તે 4500 રૂપિયા પ્રતિ માસ સુધી હોઈ શકે છે. પરંતુ કોરોના રોગચાળાને કારણે શાળા બંધ થવાને કારણે આ દાવો કરી શકાયો નથી.
કેન્દ્રીય કર્મચારીઓને 7મા પગાર આયોગ હેઠળ બે બાળકોના શિક્ષણ માટે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ મળે છે. આ ભથ્થું 2250 રૂપિયા પ્રતિ માસ છે. જો કેન્દ્રીય કર્મચારીઓના બે બાળકો હોય તો આવા કર્મચારીઓને દર મહિને 4500 રૂપિયા મળે છે. જો બીજું બાળક જોડિયુ હશે તો પછી આ ભથ્થું પ્રથમ બાળક સાથે જોડિયા બાળકોના શિક્ષણ માટે પણ આપવામાં આવે છે. બે શૈક્ષણિક કેલેન્ડર મુજબ, એક બાળકને 4500 રૂપિયા ચૂકવવામાં આવે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારની યોજના હેઠળ, તમામ પાત્ર કેન્દ્રીય કર્મચારીઓ આ લાભ માટે આજથી એટલે કે 31 માર્ચ સુધીમાં અરજી કરી શકે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-2022ની છેલ્લી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી હતી. કેન્દ્રની મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારાથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને ફાયદો થશે.
આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 થી વધીને 34 ટકા થઈ ગયું છે. તમામ કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2022થી વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે જાન્યુઆરી-ફેબ્રુઆરીનું એરિયર્સ પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા પછી, કર્મચારીઓના માર્ચના પગાર સાથે, નવા DA ખાતામાં જમા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.