ઘરમાં 8 એસી અને 20 પંખા હોવા છતાં ક્યારેય નથી આવતું એક રૂપિયાનું પણ બીલ- જુઓ કેવી રીતે?

આજના મોંઘવારીના જમાનામાં વીજળીના બીલ પણ ખુબ જ વધારે આવતા હોય છે. ત્યારે દરેક ઘરની બચતની શરૂઆત વીજળીની બચતથી થાય છે, પરંતુ અમદાવાદમાં(Ahmedabad) અમરીશ પટેલના ઘરમાં આઠ એસી, 20 પંખા અને ત્રણ ફ્રીજ હોવા છતાં, તેમને વીજળીના બીલની કોઈ જ પ્રકારની ચિંતા નથી. તેટલું જ નહિ પરંતુ બાકીની વીજળી પરત કરવાને બદલે તેમને દર વર્ષે બે થી ત્રણ હજાર રૂપિયા પણ મળે છે.

અમરીશનું કહેવું છે કે, તેઓને લગભગ ત્રણ વર્ષ પહેલા સુધી આવું નહોતું. તેમને પણ દર મહિને 25 હજાર રૂપિયાનું બિલ ચૂકવવું પડતું હતું. પરંતુ પ્રકૃતિ પ્રેમી અમરીશે આ ખર્ચ ઘટાડવા અને પ્રકૃતિ સાથે જોડાવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

મળતી માહિતી અનુસાર અમરીશ વર્ષોથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં રહીને સાત્વિક ખાણીપીણીથી ગંભીર રોગોનો ઈલાજ કરતો હતો. ત્યારબાદ ભારતમાં તેમનું નિવૃત્ત જીવન વિતાવવા માટે, તેમણે અમદાવાદમાં એક આલીશાન ઘર બનાવ્યું છે અને હાલમાં તેઓ લોકોમાં સાત્વિક ફૂડ સ્ટાઇલ અને લોકો માટે મફત કુદરતી ઉપચારોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે. તેઓની સારી વાત તો એ છે કે તે આવી જીવનશૈલીની હિમાયત કરે છે એટલું જ નહીં, પરંતુ તે પોતે પણ આવી જ જીવનશૈલી જીવે છે.

અમરીશ સૌર ઉર્જાનો ઉપયોગ માત્ર વીજળી માટે જ નહીં, પણ પાણીને ગરમ કરવા અને પાણીને શુદ્ધ કરવા માટે પણ કરે છે. તેમના ઘરમાં કોઈ RO નથી, તેઓ આખો દિવસ નગરપાલિકાના  પાણીને તડકામાં રાખે છે, જેથી તેમાં રહેલા બેક્ટેરિયા મરી જાય અને પાણી પીવા માટે વાપરી શકાય. તેટલું જ નહિ, આ ઉપરાંત તેઓ તેમની આખી કોલોનીમાં વરસાદી પાણીના સંગ્રહનું આયોજન કરી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે, તેમના ઘરમાં 150 થી વધુ વૃક્ષો અને છોડ છે, તેઓ કહે છે, “ભવિષ્યમાં મને કિચન ગાર્ડનમાંથી એટલી બધી શાકભાજી મળશે કે મારે બહારથી કંઈ ખરીદવું પડશે નહીં.” તેમજ છેલ્લા 10 વર્ષથી તેઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ બંધ કરી દીધો છે. તેમની પાસે બજારની દરેક જરૂરિયાત માટે કાપડની અલગ અલગ થેલીઓ છે.

આ સાત્વિક જીવનશૈલીના ફાયદા સમજાવતા, તેમણે તેમની માતાનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે તેમની માતા 80 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ સ્વસ્થ છે. આ ઉંમરે, તે હજુ પણ વૃક્ષો અને છોડની સંભાળ રાખે છે અને તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ફરિયાદ નથી. શહેર હોય કે ગામ, આપણે દરેક આપણા જીવનમાં આવા ફેરફારો કરી શકીએ છીએ, તે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *