600 કરોડ ગયા પાણીમાં..! સોનાની લંકામાં અંધારપટ, ખૂબ જ ખરાબ ડાયલોગ્સ – આ 8 મોટી ભૂલ જોઇને તમે કહેશો “હે રામ…”

Adipurush 8 biggest mistakes: મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષ(Adipurush) રીલિઝ થઈ ગઈ છે, આ ફિલ્મને લઈને જબરદસ્ત ચકચાર મચી છે. પરંતુ દિગ્દર્શક ઓમ રાઉત ફિલ્મ પાસેથી…

Adipurush 8 biggest mistakes: મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષ(Adipurush) રીલિઝ થઈ ગઈ છે, આ ફિલ્મને લઈને જબરદસ્ત ચકચાર મચી છે. પરંતુ દિગ્દર્શક ઓમ રાઉત ફિલ્મ પાસેથી અપેક્ષા પર તેઓ ખરા ઉતરી શક્યા નથી. ફિલ્મના VFXની ઘણા સમયથી ટીકા થઈ રહી હતી, હવે ફિલ્મ રિલીઝ થયા બાદ લોકો વધુ હેરાન થઈ ગયા છે.

વાસ્તવમાં મેકર્સ દ્વારા ભગવાન રામની વાર્તા સાથે કરવામાં આવેલ પ્રયોગ લોકોને પસંદ આવ્યો ન હતો. તેથી જ દર્શકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. દર્શકોએ ફિલ્મ જોયા પછી એવી ખામીઓ દર્શાવી છે, જેના પર કદાચ મેકર્સ ધ્યાન ન આપી શક્યા અથવા તેઓ કહી શકે કે આ એક પ્રયોગ હતો.

VFX આ ફિલ્મની યુએસપી હોવાનું કહેવાય છે. પરંતુ દર્શકોને આ વીએફએક્સ બિલકુલ પસંદ ન આવ્યા. ઘણા દર્શકો તેના VFX વર્કની ખુબજ ટીકા કરી રહ્યા છે.

સીતા માતા જ્યારે વનવાસ ગયા ત્યારે તેમણે શું પહેર્યું હતું? આ રામાનંદ સાગરની રામાયણ જોઈને હવે આ દાયકાના બાળકોને પણ ખબર પડી ગઈ છે. પરંતુ ફિલ્મમાં આદિપુરુષ માતા સીતાની સાડી સફેદ રંગની બતાવવામાં આવી હતી. જે લોકોની નારાજગીનું કારણ બન્યું હતું.

દરેક બાળક પણ જાણે છે કે રાવણની લંકા સોનાની હતી. પરંતુ ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં રાવણની સોનાની લંકાને કાળી બતાવવા બદલ નિર્માતાઓને ઠપકો આપવામાં આવી રહ્યો છે.

રાવણ સીતાનું અપહરણ કરીને પુષ્પક વિમાનમાં લંકા લઈ જાય છે, શાસ્ત્રોમાં પણ આવું જ વર્ણન છે. પરંતુ ફિલ્મ આદિપુરુષમાં રાવણ સીતા માતાને તેની સવારી પુષ્પક વિમાન નહીં પરંતુ કાળા રંગના ચામાચીડિયા જેવું દેખાતા પક્ષી પર લઈ જાય છે. આ દ્રશ્ય જોઈને લોકોએ ફિલ્મ આદિપુરુષને ટ્રોલ કર્યા છે.

ફિલ્મ આદિપુરુષમાં ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણની દાઢી અને રાવણની હેરસ્ટાઈલ પર લોકો ખુબજ ગુસ્સે થઈ રહ્યા છે. લોકો કહે છે કે શું મજાક છે બોસ…

જ્યારે હનુમાનજી લંકા પહોંચ્યા તો માતા સીતાને બે હાથ વડે નમસ્કાર કરવાને બદલે તેમની છાતી પર હાથ રાખીને નમસ્કાર કરતા જોવા મળ્યા હતા. 

લંકાથી પાછા ફરતી વખતે જ્યારે સીતા માતા તેને ઓળખ તરીકે એક નિશાની આપે છે, ત્યારે તે ચૂડામણિને બદલે બંગડી આપતા જોવા મળે છે.

ફિલ્મ આદિપુરુષમાં ખૂબ જ ખરાબ સંવાદો છે, જે રામાયણની ભાષાને અનુરૂપ પણ નથી. હનુમાનજીની તેમના ડાયલોગ્સ માટે ખુબજ ટ્રોલ થઈ રહ્યા છે. આ તમામ ભૂલો જોયા પછી એવું લાગે છે કે મેકર્સ 600 કરોડનું નુકસાન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *