આજકાલ અવારનવાર અકસ્માત(Accident) બની રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, રાપર તાલુકા(Rapar Taluka)ના આડેસરની મેઇન બજારમાં અડધી રાત્રે ગંભીર ઘટના બની હતી. જેમાં પૂરપાટ ઝડપે જતો એક ટ્રક વીજપોલમા અથડાયો હતો. ટ્રક વીજપોલમા અથડાવવાના કારણે 8 થી 10 જેટલા વીજપોલ ધરાશાઇ થયા હતા. આ ઘટનામાં કોઈપણ જાનહાની થઇ ન હતી પરંતુ આખા ગામમાં અંધારપટ છવાય ગયો હતો.
આ ઘટના અંદાજે છ વાગ્યેના આસપાસ બની હતી. આ ઘટનાની જાણ સરપંચ ગાયત્રીબા જાડેજાએ પીઅુેસઆઇ દ્વારા કરવામાં આવી હતી. તેમને આડેસર ની મુખ્ય બજારમાંથી રાહુલભાઈ પીપરાણી દ્વારા અરજી કરવામાં આવી હતી. અમારે ત્યાં પીપરાણી કોળી વાસની નજીકમાં આવેલ ડીપી અને વીજ થાંભલાઓ ટ્રક અથડાવવાથી ધરાશાયી થયા છે. જયારે ગામનાં મેઇન બજારથી થઈને નવા બનતા પાણીના ટાંકા સુધી ઉભેલા 8 થી 10 જેટલા વીજ પોલ ધરાશાયી થયા હોવાનું જણાવતાં ત્યાના સરપંચ અજયપાલ સિંહ જાડેજા તથા હાસમભાઈ કોટવાળ ત્યાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર દીંગવાડ તળાવ વાળા ફાટકની નજીક ચાલુ વીજ વાયર સાથે ટ્રક અથડાતાં વાયર ખેચાઇ ગયા હતા. આ વાયર ખેંચાતા આડેસર ગામની આથમણી બાજુ ની ડીપી તેમજ વીજ થાંભલાઓ અંદાજીત 8 થી 10 જેટલા ધરાશાઇ થયા છે. ગામના PGVCLનાં હેલ્પર કાંતિભાઈને જાણ થતા તરત જ વીજ પુરવઠાને બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ આ ઘટનામાં જવાબદારી પૂર્વક પગલાં લેવા સરપંચ દ્વારા ફરીયાદની અરજી કરવાની માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર આ એક મોટી દુર્ઘટના થી આડેસર ગામ બચી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે, આ દુઘટનાની આડઅસર મુખ્ય બજાર ગોગાચોક થી પીપરાળી વાસ સુધી આ સમયગાળામાં વિસ્તાર ભરચક હોય છે. જયારે આ રસ્તાઓ ઉપર સાંજના સમયે ગાયો ભેંસો પણ પરત આવતા હોવાથી અને આ ટાઈમે મધ્યમ વર્ગના ઉપરાંત મજૂરો ખરીદી કરવા પણ આવે છે. તેમજ આ વિસ્તારમાં અંદાજીત ૫૦૦થી વધારે માણસો ની અવરજવર થતી જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.