નિર્દય આચાર્ય: વિદ્યાર્થીનીને માર મારવાને કારણે 8 વર્ષની દીકરીની આંખો જતી રહી, કલેકટરને ફરિયાદ કરાઈ

UP Principal beats up student: ઉત્તર પ્રદેશના મુરાબાદ જિલ્લાથી હેરાન કરનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આરોપ છે કે પ્રિન્સિપલના મારને કારણે ત્રીજા ધોરણની વિદ્યાર્થીનીની આંખો ચાલી ગઈ છે. વિદ્યાર્થીનીના પરિવારજનોએ આ બાબતે કલેકટરને મળી (UP Principal beats up student) ન્યાયની માંગણી કરી છે. પરિવારજનોની માંગ છે કે મહિલા પ્રિન્સિપલ પર કાર્યવાહી કરવામાં આવે સાથે જ વિદ્યાર્થીનીનો ઈલાજ કરવામાં આવે.

પીડિત વિદ્યાર્થીનીની માતા જ્યોતિ કશ્યપએ મુરાદાબાદના કલેકટરને એક ફરિયાદ આપી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આચાર્યના મારને કારણે તેની દીકરીની આંખો જતી રહી છે. જ્યોતિએ કલેક્ટર ઓફિસ પહોંચી પ્રિન્સિપલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને દીકરીનો ઈલાજ કરાવવા માટે મદદ માગી છે.

જ્યોતિ કશ્યપના જણાવ્યા અનુસાર તેની 8 વર્ષની દીકરી મુરાબાદ જિલ્લામાં એક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. લગભગ એક મહિના પહેલા સ્કૂલના પ્રિન્સિપાલે કોઈ વાતને લઈને દીકરીને ખૂબ માર માર્યો હતો. જેના લીધે દીકરીની આંખો ચાલી ગઈ હતી. એવામાં જિલ્લા અધિકારી અનુજસિંહને ફરિયાદ આપી એઇમ્સમાં ઈલાજ માટે મદદ માગી છે અને પ્રિન્સિપલ પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

પ્રિન્સિપલ વિરુદ્ધ તપાસ શરૂ
આ સમગ્ર મામલે મુરાદાબાદમાં શિક્ષા અધિકારી વિમલેશ કુમારે જણાવ્યું કે અમને ફરિયાદ મળી હતી, જેમાં એક વિદ્યાર્થીનીની શિક્ષક દ્વારા મારપીટ કરવાની લીધે આંખની રોશની ચાલી ગઈ છે. હાલ શિક્ષણ અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે. કપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.