ઉત્તરપ્રદેશ: આજકાલ નાના બાળકો પણ મોબાઈલમાં રમ્યા કરે છે અને તેની ઘણી આડઅસર પણ થાય છે. માતા-પિતા બાળકોને સમય ન આપી શકતા ફોન આપી દેતા હોય છે. આ દરમિયાન, ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાંથી એવી આડઅસરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રીજા ધોરણમાં ભણતી આઠ વર્ષની બાળકીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી કહ્યું કે, પાંચ મર્ડર થયા છે.
પાંચ મર્ડરએ સ્વાભાવિક રીતે મોટી ઘટના હોવાથી પોલીસ પણ દોડતી થઈ હતી. જાણવા મળ્યું છે કે, ફોનમાં બાળકીએ પોતાનું સરનામું, સ્કૂલનું નામ વગેરે જણાવ્યા હતા અને પોતે એકલી હોવાનું પણ કહ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોચી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ત્યાં પાંચ મર્ડર તો શું સામાન્ય ઝપાઝપીના પણ કોઈ ચિહ્ન મળ્યા ન હતા. જેથી પોલીસ દ્વારા ફોન કરનારની તપાસ કરવામાં આવી હતી. એ વખતે ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. માટે પોલીસની મુશ્કેલી વધી હતી. પોલીસ દ્વારા વારંવાર ફોન કરવામાં આવ્યા એટલે થોડા સમય પછી ફોન ઉપડ્યો હતો. ફોન બાળકીના પિતાએ ઉપાડ્યો હતો. ત્યારબાદ પોલીસને ખબર પડી કે, આઠ વર્ષની બાળકીએ માત્ર મજાક કરવા આ ફોન કર્યો હતો.
જાણવા મળ્યું છે કે, બાળકીના માતાપિતાએ પોલીસને માહિતી આપી હતી કે દીકરીને આ રીતે મજાકના ફોન કરવાની આદત પડી ગઈ છે. અગાઉ પણ બાળકીએ આવા ફોન કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. એક વખત તો સગાં-વ્હાલાને ફોન કરીને એવુ કહી દીધું હતું કે પપ્પાનું એક્સિડેન્ટ થયું છે. એટલે સગાં-વ્હાલા પણ ઘરે દોડી આવ્યા હતા. પરંતુ, બાદમાં તેમને સાચી માહિતી મળી હતી.
કોરોનાકાળમાં બાળકોના હાથમાં ફોન હોય તેમાં હવે કોઈ નવાઈ રહી નથી. પરંતુ, આ કિસ્સામાં બાળકી ઉપરાંત તેના માતા-પિતા પણ એટલા જ જવાબદાર છે કેમ કે વારંવાર ખોટા ફોન કરતી હોય તે એ ભુલ નહીં ઉછેરની ખામી ગણી શકાય.
પોલીસ દ્વારા બાદમાં તો તપાસ કરવામાં આવી તો એ પણ જાણવા મળ્યું કે, આ બાળકી આઠ વર્ષની કુમળી વયે જ ટીવીમાં ક્રાઈમના કાર્યક્રમો જોવાનું પસંદ કરતી હતી. સામાન્ય રીતે બાળકો કાર્ટૂન જોતા હોય છે પરંતુ આ બાળકી ક્રાઈમના કાર્યક્રમો જોતી હતી અને તેના માતા-પિતાએ તેને રોકી પણ ન હતી. આ ઘટના બાદ પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાને ભવિષ્યમાં આવુ ન થાય તેનું ધ્યાન રાખવા કડક ચેતવણી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.