મેઘારાજાએ સર્જી તારાજી! વીજળી ત્રાટકતા એકસાથે 86 પશુઓનાં મોત, માંડ-માંડ બચ્યા પશુપાલકો

86 cattle died in Rajasthan: પશ્ચિમ રાજસ્થાન (West Rajasthan) માં ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ ગઈ છે, જે દરમિયાન ઘણી જગ્યાએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે…

86 cattle died in Rajasthan: પશ્ચિમ રાજસ્થાન (West Rajasthan) માં ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ ગઈ છે, જે દરમિયાન ઘણી જગ્યાએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થયો હતો. આ વરસાદ દરમિયાન જેસલમેર જિલ્લાના નોખા ગામથી 2 કિમી દૂર એક નિર્જન સ્થળે વીજળી પડવાથી લગભગ 86 પશુઓના મોત થયા છે. આ ઘટના સોમવારે (26 જૂન) સાંજે 6.30 વાગ્યાની આસપાસ બની હતી.

ઘેટાં અને બકરાંનો પશુપાલક ઉમર ખાન મુશળધાર વરસાદ વચ્ચે મેઘવાલોં કી ધાની કેમ્પ રોડ પાસે વરસાદથી પોતાને અને તેના ઘેટાં અને બકરાઓને બચાવવા માટે એક ઝાડ નીચે ઊભો હતો.

આ મુશળધાર વરસાદ 30 થી 40 મિનિટ સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન અચાનક તે ઝાડ પર આકાશમાંથી વીજળી પડી, ત્યાં પશુપાલક ઉમર ખાન હતો. પશુપાલક ઉમર ખાન વીજળીના આંચકાથી દૂર પડી ગયો, જ્યારે ઝાડ નીચે ઊભેલા તમામ ઘેટાં-બકરાં મૃત્યુ પામ્યા હતા.

પશુપાલક ઉમર ખાને જણાવ્યું કે તે સોમવારે (26 જૂન) મોડી સાંજે પ્રાણીઓ સાથે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે જ સમયે જોરદાર વરસાદ શરૂ થયો. ઉમરખાન વરસાદથી બચવા તેના ઘેટા-બકરા સાથે ઝાડ નીચે જઈને ઊભો રહ્યો. ઝાડ પર અચાનક વીજળી પડી, ઉમર ખાને કહ્યું કે મને એટલો આઘાત લાગ્યો કે હું ઝાડથી દૂર પડી ગયો.

વીજળી પડવાથી 86 ઘેટા-બકરાના મોત
જોકે આ અકસ્માતમાં ઉમર ખાનને કોઈ ગંભીર ઈજા થઈ નથી. વીજળી પડતા ઝાડનું થડ બળી ગયું અને ઝાડ નીચે ઉભેલા 30 ઘેટા અને 56 બકરાના મોત થયા છે. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં જ ગ્રામજનોનું ટોળું સ્થળ પર પહોંચી ગયું હતું.

વીજળી પડવાથી થયેલા અકસ્માતની માહિતી મળતાં જ નોક પોલીસ સ્ટેશન અને તહસીલદાર અશોક કુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર હાજર લોકોએ ગરીબ પશુપાલક ઉમરખાનને આર્થિક મદદ કરવાની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *