પાટડી(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા ઠેકાણે-ઠેકાણેથી દરોડા પાડીને જુગારધામો પકડી પાડવામાં આવે છે. આ દરમિયાન, પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે વંદે માતરમ સોસાયટીના એક રહેણાંક મકાનમાં જુગારધામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પાટડી પોલીસ દ્વારા રોકડા અને મોબાઇલ મળી કુલ 45300ના મુદામાલ સાથે નવ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે, પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડી મોડેલ સ્કુલ સામે વંદે માતરમ સોસાયટીના ગેટ નં. 1ની શેરી નં. 1ના એક રહેણાંક મકાનમાં ભાડેથી રહેતા પુનાભાઇ કવાભાઇ વનપરા પોતાના ફાયદા માટે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતાબાબુભાઇ વિરાજી વાઘેલા, જીવણભાઇ દિલાભાઇ બાબરીયા, સાહીલભાઇ રમેશભાઇ મેમદાવાદીયા, કેતનભાઇ ગુણવંતભાઇ નીમાવત, પ્રકાશભાઇ રામાભાઇ ઉઘરાણીયા, અજયભાઇ કાનજીભાઇ ઉઘરાણીયા, રજનીભાઇ દશરથભાઇ ઝીંઝુવાડીયા અને જીગરભાઇ કીરીટભાઇ પૂજારાને રોકડા 19,300 અને મોબાઇલ નંગ 7 કિંમત 26,000 મળી કુલ 45,300ના મુદામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી જુગાર અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટડી પોલીસ દ્વારા પાડવામાં આવેલા આ જુગારના દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, સાગરભાઇ ખાંભલા, જયંતિભાઇ લેંચીયા, ભાવાર્થભાઇ સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ સાથે હોવાનું જાણવા મળ્યું છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.