હાલમાં ગુજરાતમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરા નજીક નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી બ્રિજ રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જઈ રહેલ આઇશર ટેમ્પો તથા ટ્રેલરની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો.
આ અકસ્માતમાં આઇશર ટેમ્પામાં ફસાયેલ કુલ 27 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કુલ 11 લોકોનાં મોત થયા હતા. જેમાં કુલ 3 માતા તેમજ કુલ 3 પુત્રનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. આની ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનોને સાત્વના પાઠવવામાં આવી હતી.
અકસ્માતને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જો કે, પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાંની સાથે જ કલેક્ટર તેમજ SDM સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલમાં પહોંચીને ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી.
મૃતકોમાં કુલ 5 મહિલા, કુલ 4 પુરુષ અને કુલ 2 બાળક સામેલ :
રાત્રે 3 વાગ્યાની આજુબાજુ અકસ્માત સર્જાતાં સમગ્ર નેશનલ હાઈવે પર ટ્રાફિમજામની સર્જાઈ ગયો હતો. અકસ્માત સર્જાયા પછી પોલીસ તથા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં તેમજ વાહનમાં ફસાયેલ તમામ લોકોને બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે કહ્યું હતું કે, અકસ્માતમાં ઘટનાસ્થળ પર કુલ 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં તેમજ કુલ 2 લોકોનાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતાં. આ અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત થયા હતા. જેમાં કુલ 5 મહિલા, કુલ 4 પુરુષ અને કુલ 2 બાળકનો સમાવેશ થાય છે.
હાઈવે પર મોટી સંખ્યામાં લકો એકત્ર થઈ જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ તેમજ મેયર ડો. જિગીષા શેઠે સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચીને કુલ 11 મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મૃતકોને તેમના વતન તથા ઘર સુધી લઈ જવા માટે વડોદરાના મુસ્લિમ ડોક્ટર એસોસિયેશન દ્વારા કુલ 3 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. જેમાં મૃતકોને ભાવનગર લઈ જવામાં આવશે.
અકસ્માતમાં મૃત પામેલ 11 મૃતકોની યાદી :
મહુવા તાલુકામાં આવેલ બામ્ભણિયા ગામનાં વતની 35 વર્ષીય માતા સોનલબેન બીજલભાઇ હડીયા તથા 8 વર્ષીય પુત્ર ભવ્ય બિજલભાઇ હડીયા અને રાજુલામાં આવેલ ખાખબાઇ ગામનાં રહેવાસી 35 વર્ષીય માતા દક્ષા ઘનશ્યામભાઇ કલસરીયા તથા 12 વર્ષીય પુત્ર પ્રિન્સ ઘનશ્યામભાઇ કલસરીયાનું મોત નીપજ્યું છે.
આની સાથે જ તળાજામાં આવેલ પાવઠી ગામનાં રહેવાસી માતા હંસાબેન ખોડાભાઇ જીંજાળા તથા 15 વર્ષીય ભૌતિક ખોડાભાઇ જીંજાળા તેમજ રાજુલામાં આવેલ 35 વર્ષીય માતા દયા બટુકભાઇ જીંજાળા અને સચિન અરશીભાઇ બલદાણીયા તથા 35 વર્ષીય દિનેશ ઘુઘાભાઇ બદલાણીયાનું મોત નીપજ્યું છે. આની સાથે જ નાની ખેરાડી ગામનાં રહેવાસી 18 વર્ષીય આરતી ખોડાભાઇ જીંજાળા અને 32 વર્ષીય સુરેશ જેઠા જીંજાળાનું મોત થયું છે.
ઇજાગ્રસ્ત લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે :
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે, સુરતથી પાવાગઢ જઈ રહેલ ટ્રકને આજે વહેલી સવારમાં ગંભીર અકસ્માત નડ્યો હતો, જેમાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે કુલ 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.