લગ્નજીવનમાં દંપતી વચ્ચે શંકાના લીધે અનેકવાર ઝઘડા થતાં જોવા મળે છે. પરંતુ પોતાના દીકરાઓ પર જ શંકા રાખીને પત્નીને ત્રાસ આપી મારઝૂડ કરતો હોવાનો કિસ્સો પ્રથમ વખત સામે આવ્યો છે. આ ઘટનાને લઈને વેજલપુરની એક મહિલાએ હેલ્પલાઈનમાં ફોન કર્યો અને જણાવ્યું કે, મારો પતિ મારા 12 અને 15 વર્ષના દીકરા સાથે સંબંધ બાંધી મજા લે છે તેમ કહીને મારઝૂડ કરી ત્રાસ આપે છે. જેથી હેલ્પલાઈનની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી પતિનું કાઉન્સેલિંગ કરી મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, અમદાવાદના વેજલપુરમાં રહેતી મહિલાનાં લગ્ન આશરે 18 વર્ષ પહેલાં થયાં હતાં. લગ્ન દરમિયાન મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. જે પૈકી મોટો પુત્ર હાલ 15 વર્ષનો છે અને નાનો પુત્ર 12 વર્ષનો છે. મળતી માહિતી મુજબ, મહિલાનો પતિ તેના પર શંકા અને વહેમ રાખીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, આથી કંટાળીને મહિલા પોલીસ ફરિયાદ કરવા માટે વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જોકે, પોલીસ કર્મીઓ દ્વારા 2 દિવસ પછી આવજો તેમ કહેવામાં આવ્યું હતું. જેથી મહિલાએ કંટાળી જતાં મહિલા હેલ્પલાઈન 181 પર ફોન કરી મદદ માંગી હતી.
આથી હેલ્પલાઈનની ટીમ જયારે ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, તેનો પતિ ખોટી શંકા રાખીને કહેતો હતો કે, પોતાના 15 વર્ષના દીકરા સાથે જ રાતે શારીરિક સંબંધ બાંધે છે. રાતે જ્યારે બધા સૂઈ જાય ત્યારે પતિ જાગીને જુએ છે કે, પત્ની અને બાળકો ક્યાં સૂતા છે. બાળકો તેની બાજુમાં તો નથી સૂતાને એવું ધ્યાન રાખે છે. 12 વર્ષનો પુત્ર રાતે ડરી જતો હોવાથી તેની માતા સાથે સૂવે છે તો તેની સાથે પણ સંબંધ બાંધે છે.
એટલું જ નહીં પતિ પત્નીને કહે છે કે, હું રાતે સૂઈ જાઉં એટલે તું બાળકો સાથે મજા લે છે. આવું કહીને દરરોજ તેને ત્રાસ આપે છે તથા દારૂ પીને ઘરે આવીને મારઝૂડ પણ કરે છે. આથી હેલ્પલાઈનની ટીમ દ્વારા દારૂ ન પીવા અને માતા તેમજ પુત્ર વચ્ચે સંબંધ અંગે જાણકારી આપી શંકા ન કરવા સમજાવીને મામલાને ઠાળે પાડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.