લગ્નના ગણતરીના કલાકોમાં જ પતિનું કોરાનાથી મોત થતા પત્નીએ પણ…

હાલ કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રાખ્યો છે. તે લાખો લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરના કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. હૉસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવાઓની અછત સર્જાઇ રહી છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક વરરાજાના લગ્નના માત્ર 72 કલાકની અંદર જ મોત થઈ ગયું.

જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશના બિજનોરમાં કોરોનાએ 72 કલાકમાં જ દુલ્હનની ખુશી છીનવી લીધી. કોરોનાના કારણે એ વરરાજાનું 2 દિવસ બાદ મોત થઈ ગયું. જે હજુ દુલ્હનને પિયરથી લગ્ન કરીને લાવ્યો હતો. એ જ રાતે તાવના કારણે હૉસ્પિટલમાં એડમિટ થયો અને ત્રીજા દિવસે સારવાર દરમિયાન વરરાજા અર્જુનનું હૉસ્પિટલમાં મોત થઈ ગયું.

મળતી માહિતી મુજબ, બિજનોર શહેરના જટાના મહોલ્લાના રહેવાસી અર્જુનના લગ્ન 25 એપ્રિલે ચાંદપુર બ્લોક સ્યાઉની રહેવાસી બબલી સાથે થયા હતા. 25 તારીખે અર્જુનની જાન ધૂમધામથી સ્યાઉ ગઈ હતી અને દિવસમાં પૂરા ધૂમધામથી જાન આગળ વધી અને ત્યારબાદ વરમાળા ફેરાઓના રીત-રિવાજો પણ ખુશી ખુશી પૂરા થયા બાદ સાંજે 7 વાગ્યાની આસપાસ જાનને દુલ્હન સાથે વિદાઇ કરી દેવામાં આવી.

જાન ખુબ ઉત્સાહ સાથે બિજનોર પહોંચી ગઈ અને દુલ્હનનું પણ સાસરીમાં પહોંચવા પર ધુમાધામ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ, એ જ રાત્રે વરરાજા અર્જુનને અચાનક તાવ આવ્યો અને તાવ ચડતો ગયો. વધારે તબિયત ખરાબ થવાથી અર્જુનને તરત જિલ્લા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. અર્જુનને જિલ્લા હૉસ્પિટલના જ કોરોના વોર્ડમાં એડમિટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ, તેની હાલતમાં સુધાર ન થયો અને હાલત વધુ બગડતી ગઈ.

પાડોશીઓના જણાવ્યા મુજબ, હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 29 એપ્રિલની સવારે અર્જુનનું કોરોનાના કારણે મોત થઈ ગયું. વરરાજાના મોતના સમાચાર સાંભળીને છોકરીના પરિવારજનોમાં હાહાકાર મચી ગયો અને નવી દુલ્હન પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. જે વરરાજા સાથે બબલીએ આજીવન સાથ નિભાવવાના સપના જોયા હતા, તે 72 કલાકમાં જ તૂટી ગયા અને જન્મો-જન્મનો સાથ માત્ર 72 કલાક સુધી જ ચાલી શક્યો.

ત્યારબાદ બબલીની હાલત પણ બગડી ગઈ. હાલમાં અર્જુનના મોત બાદ મહોલ્લામાં શોકનો માહોલ છવાયો છે. કોઈ પણ કશું જ બોલવા તૈયાર નથી, પરિવારજનોની પણ રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક તેઓ પણ પોઝિટિવ તો નથી ને!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *