કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેને લીધે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. જયારે બીજી લહેરે લોકોને હોસ્પીટલમાં બેડ મેળવવા અને ઓક્સીજન મેળવવા આમથી તેમ દોડતા કરી દીધા છે. જેને લીધે કેટલાય સ્વજનોએ તેમના પરિવારજનને ગુમાવાવનો વારો આવ્યો છે. ત્યારે એક ઘટના ઉતરપ્રદેશથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના.
કોરોંના સંક્રમણ વચ્ચે ઘણા લોકોએ પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે. ત્યારે હાલમાં જ ઉતરપ્રદેશના ગોરખપુર અને લખનઉમાં કોરોનાના આંતક વચ્ચે કરુણ સમાચાર સામે આવ્યા છે. હાલમાં સમગ્ર દેશમાં ઘણા એવી ઘટનાઓ સામે આવે છે કે, દર્દીને યોગ્ય સારવાર મળી રહે અને સમયસર ઓક્સીજન મળી રહે તે માટે લોકો હજારો પૈસા ખર્ચી રહ્યા છે. છતાં પણ તેમના પરિવારજનને બચાવી શકતા નથી.
કોરોનાના આંતક વચ્ચે ઉતરપ્રદેશના લખનઉની ત્રણ બહેનોની દુખદ વેદના સામે આવી છે. મધ્યમવર્ગીય પરિવારમાં રહેતી પ્રિયંકા, પ્રિયા અને શ્વેતા નામની ત્રણ બહેનો રહે છે. આ ત્રણ બહેનોએ કોરોનાના વધી રહેલા સંક્રમણમાં તેમના પિતાને ગુમાવ્યા છે. દીકરી શ્વેતાએ જણાવતા કહ્યું હતું કે, મારા પિતાની 9 એપ્રિલના તબિયત લથડતા લખનઉની એક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પોતાના પિતાની સારવાર માટે હોસ્પિટલ દ્વારા પહેલા દોઢ લાખ જેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમના પિતાની સારવાર શરૂ કરવામાં આવી હતી. સાથે જ્યાં સુધી પિતા હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા ત્યાં સુધીમાં 6 લાખ જેટલા રૂપિયા ચુકવવા પડ્યા હતા. જયારે દરરોજ અમારે 32 હજાર રૂપિયાની દવા પણ લેવી પડતી હતી.
શ્વેતાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, પિતાને જયારે હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. ત્યાર બાદ અમને બે કે ત્રણ દિવસ પછી એવું જાણવા મળ્યું હતું કે, રાત્રે કોઈ વ્યક્તિ દ્વારા પિતાનું ઓક્સીજન માસ્ક કાઢી નાખવામાં આવ્યું હતું. આ બાબતની હોસ્પીટલના ડોક્ટરને ફરિયાદ કરવામાં આવી તો અમને ધક્કા મારીને બહાર કાઢી મુકવામાં આવ્યા. પરંતુ 12 દિવસ પછી અમને માહિતી મળી કે મારા પિતાનું અવસાન થયું છે.
શ્વેતાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારા પિતાએ મૃત્યુના બે કલાક પહેલા મારી સાથે વાત કરતા જણાવ્યું કે, તેમના શરીરમાં ઓક્સીજનનું લેવલ સામાન્ય છે. તેમના સ્વાસ્થયમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. અચાનક અવસાન કેમ થયું તેમની અમને તો જાણ નથી. કોઈએ તેમની સાથે ખરાબ કર્યું હશે તો ઉપરવાળો તેમનો હિસાબ જરૂર લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.