સુરતનો ઓક્સીજન મેન: છેલ્લા 39 દિવસથી દિવસ રાત જાગીને કોરોના આઈસોલેશન સેન્ટર માટે 24 કલાક કરી જહેમત

સુરતમાં સેવા નામના સંગઠને સુરતની વિવિધ સંસ્થાઓએ ભેગા થઈને આઈસોલેશન સેન્ટર ઉભા કર્યા હતા જ્યાં મફત દવા ઓક્સીજન સાથેના બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. આ સંસ્થામાં તમામ કાર્યકરો સેવા માટે આવતા હતા. ઉચ્ચ કોટીના ડોક્ટરશ્રીઓએ પણ સતત મફત સેવા આપી હતી. હાલમાં સુરતમાં કોરોના કાબુમાં આવ્યો તેની પાછળ નો શ્રેય આ આઇસોલેશન સેન્ટર ચલાવનાર સંસ્થાઓને જ જાય છે. ત્યારે આ તમામ આઇસોલેશન સેન્ટરમાં ઓક્સીજનના જથ્થાને પહોચી વળવા જે યુવાને સતત જહેમત કરી તેની નોંધ અવશ્ય લેવી પડે.

સુરતમાં કોરોનાનુ સંક્રમણ પિક પર હતુ હોસ્પિટલમા બેડ નહોતા મળતા અને ઓક્સિજન બોટલની અછત હતી સુરત શહેરની નામાંકિત હોસ્પિટલો પણ ઓક્સિજન બોટલ મેનેજ નહોતી કરી શકતી અને દર્દીને એડમિટ કરવા હોય તો ઓક્સિજન બોટલની વ્યવસ્થા તેમના પરિવારજનોએ કરવી પડશે એવી ચોખ્ખી ચોખવટ કરીને જ દર્દીને એડમિટ કરતા હતા એવા કપરા સમયમા પણ સતત 39 દિવસ સુધી “સેવા” ના તમામ આઇસોલેશન માટે પ્રાણવાયુ (ઓક્સિજન બોટલ) ની અછત સર્જાવા દીધી નહોતી.

સુરતના અજય પટેલે ઓક્સિજન બોટલના લીધે કોઈ દર્દીને આઇસોલેશન સેન્ટર પરથી પરત મોકલતા નહિ. ઓક્સિજનની વ્યવસ્થા હું ગમે ત્યાંથી કરી આપીશ અને આ કમિટમેન્ટને નિભાવી જનાર અને 24 કલાકમાંથી ગમે ત્યારે કોલ કરો એક જ રીંગે કોલ ઉપડે આમ તો એ દિવસો દરમ્યાન બે કે ત્રણ કલાકની ઊંઘ માંડ કરતા હશે આવા નિષ્ઠાવાન અને કર્મશીલ વ્યક્તિ અજય પટેલને ગુજરાતની જનતા વતી ત્રિશુલ ન્યુઝની ટીમ શત શત વંદન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *