આપણા દેશ માં બધી જગ્યાએ હનુમાનજીના મંદિર આવેલા છે અને તે ઘણા સુપ્રસિદ્ધ છે. ઘણા એવા મંદિર પણ છે જ્યાના ચમત્કારો અને પરચાઓ આજે પણ સામાન્ય લોકોને મળે છે. હનુમાનજીને કષ્ટભંજન દેવ પણ કહેવામાં આવે છે અને તે પોતાના ભક્તોના કષ્ટ દૂર કરતા હોય છે.
હનુમાનજીનુ ચમત્કારિક મંદિર વિશે જણાવીશું જ્યાના મંદિરમાં હનુમાનજી દિવસ દરમિયાન ત્રણ વખત રૂપ બદલે છે. હનુમાનજીનુ ચમત્કારિક મંદિર મધ્ય પ્રદેશ ના દિવસ જિલ્લાના છાજલી ના મુખ્ય બજારમાં આવેલું છે,આ હનુમાનજીને છત્રપતિ હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિરની આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધા અને ભક્તિ નું પ્રાચીન કેન્દ્ર છે. આ મંદિરમાં સ્થિત હનુમાનજીની પ્રતિમાની ત્વચાનો રંગ ખૂબ જ દુર્લભ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે. આ મંદિરમાં ભગવાનની મૂર્તિ ખૂબ જ ચમત્કારી પણ છે. મંદિરના પૂજારી દિપક શર્માના જણાવ્યા અનુસાર ભગવાનની પ્રતિમા સાત ફૂટ લાંબી અને સદા ત્રણ ફૂટ પહોળી છે.
હનુમાનજીના ખંભા ઉપર રામ અને લક્ષ્મણ બિરાજમાન છે. એક હાથ માં ગદા તો એક હાથમાં સંજીવની પર્વત પણ છે. એમના પગ ની અંદર અહીં રાવણની આરાધ્ય દેવી છે અને જંધા ઉપર ભરતજી દ્વારા ચલાવવામાં આવેલા બાન નું ચિહ્ન પણ છે. સૌથી મોટી વાત એ છે કે આ પ્રીતમાં એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે છે.
આ મંદિર વિશે તેના હાલના પુજારી નું કહેવું છે કે અહીંયા હનુમાનજી દિવસમાં ત્રણ વખત પોતાનું રૂપ બદલે છે. સવારમાં અહિયાં ભગવાન બાળ સ્વરૂપમાં જોવા મળે છે તો બપોરે હનુમાનજીનું યુવા સ્વરૂપ જોઇ શકાય છે. તો સાંજ થતાં જ હનુમાનજી વૃદ્ધ રૂપમાં જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.