દેશમાં કોરોનાનું સંક્રમણ તો ફેલાઈ જ રહ્યું છે સાથે સાથે કુદરતનો કહેર પણ શરુ છે. જેને લીધે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હજુ કોરોના પણ પૂર્ણ નથી થયો ત્યાં તો મ્યુકરમાઈકોસીસ એ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે અરુણાચલ પ્રદેશનો એક વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વાઈરલ થઇ રહ્યો છે. જેમે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે નેશનલ હાઈવેનો એક ભાગ ઢળી પડ્યો હતો. જેણે પણ આ નજરો જોયો તેના તો રૂવાડા બેઠા થઇ ગયા હશે.
અરુણાચલ પ્રદેશના ઢળી પડેલા હાઇવેની આ તસ્વીર ઘણું બધું કહી જાય છે. મળતી માહિતી અનુસાર અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં ભારે વરસાદ પડવાને કારણે NH 415 (National Highway-415) નો એક ભાગ ઢળી પડ્યો હતો. આ હાઇવે ૩ મહિના પહેલા 200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના ભૂસ્ખલનને કારણે હાઇવેના કિનારા વળી દીવાલ પર વધુ ભાર આવવાને કારણે બની હતી.
આ સમગ્ર ઘટના દરમિયાન હાજર તમામ લોકોએ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. સોશિયલ મીડિયામાં આ સમગ્ર ઘટનાનો વિડીઓ ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે ઘટના કેટલી મોટી ભયાનક છે. પરંતુ સારી બાબત છે કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જેને પણ આ વિડીઓ જોયો તે હેરાન થઈ ગયા. લોકો આના પર જોરદાર રિએકશન આપી રહ્યા છે. કેટલાક લોકો સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે તો કોઈ આને કુદરતી કહેર ગણાવી રહ્યા છે.
View this post on Instagram
આ વિડીઓ જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે ઘટના કેટલી ગંભીર છે. પરંતુ સારી બાબત એ છે કે આ હાઇવે ઢળી પડતા કોઈ પણ મોટી જાનહાની થઇ ન હતી. જે પણ વ્યક્તિએ આ વિડીઓ જોયો તે તો ડરના માર્યા હેરાન થઇ ગયા. આ વિડીઓ જોઇને કેટલાક લોકો કુદરતી કહેર ગણાવી રહ્યા છે તો કોઈ સરકારને આ ઘટના વિશે જવાબદાર ઠેરવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.