હાલના વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં રાપર, ફતેગઢ, દુધઈની ધરા ધ્રુજી હતી. આજે મોડીરાત્રે ભચાઉમાં 1.5ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ગઈકાલે બપોરે 2:35 કલાકે કચ્છના રાપરથી 16 કિ.મી. દૂર 1.6ની તિવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો.
ત્યારબાદ સાંજે 6:39 વાગ્યે કચ્છના ફતેગઢથી 13 કિ.મી.દૂર 1.7ની તિવ્રતાનો આંચકો સાઉથ-સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. આ ઉપરાંત રાત્રે 8:26 વાગ્યે કચ્છના દુધઈથી 23 કિ.મી. દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે 1.6ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આજે મોડીરાત્રે 3:27 વાગ્યે કચ્છના ભચાઉથી 24 કિ.મી. દૂર 1.5ની તિવ્રતાનું કેન્દ્ર બિંદુ નોર્થ-નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આ આંચકા સામાન્ય હોવાથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ આંચકા અવાર-નવાર આવતા રહેશે આ આંચકાથી કોઈ નુકશાન થવાનો ભય નથી. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કચ્છમાં અનુભવાયેલા આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પણ પ્રાપ્ત થયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.