જો તમે પણ રેસ્ટોરેન્ટ જેવું ‘પાલક પનીર’ બનાવવા માંગતા હોવ તો અત્યારે જ અહી ક્લિક કરો અને જાણો રેસીપી

palak paneer recipe: પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે જેના નામથી મોઢામાં પાણી આવી જાય છે. રેસ્ટોરન્ટ-સ્ટાઇલની પલક પનીર બનાવવા માટે, નરમ પનીરને બ્લેન્ચેડ પાલક ગ્રેવીમાં ઘી અને મસાલા સાથે શેકવામાં આવે છે. અને તેને ક્રીમી બનાવવા માટે ફ્રેશ મલાઈ ઉમેરવામાં આવે છે.

સામગ્રી:
4 કપ કાપેલું પાલક
1/2 કપ પનીર

4-5 પીસેલી લસણની કળી
થોડું આદુ
1-2 લીલા મરચાં ઝીણા સમારેલા

1 મોટી ડુંગળી ઝીણા સમારેલા
3 ચમચી તાજી મલાઈ
1/4 ચમચી ગરમ મસાલા

1 ચમચી લીંબુનો રસ
1 ચમચી કસૂરી મેથી
1/3 કપ + 1/4 કપ પાણી

તળવા માટે 2 ચમચી તેલ અથવા ઘી
મીઠું, સ્વાદ માટે

બનાવવાની રીત:
પાલકના પાંદડા પાણીમાં સારી રીતે ધોઈ લો અને તેને સાફ કરો બાદમાં નાના નાના ટુકડા કરો. પાલકને બાફવા કરવા માટે, તેને મીઠાના પાણીમાં 2 મિનિટ માટે ઉકાળો.
બાફેલા પાલકને ચાળણીથી ગાળી લો.
તરત જ તેને ઠંડા પાણીમાં નાખો અને તેને 1 મિનિટ સુધી રહેવા દો. પછીથી વધેલા પાણીને કાઢી નાખો.

હવે આ પાલક, આદુ, લીલું મરચું અને 1/4 કપ પાણી મિક્સરમાં પીસી લો અને પ્યુરી બનાવો.
કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં પનીરના ટુકડા મધ્યમ તાપ પર આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો.
જો તળેલા પનીરમાં વધુ તેલ લાગે તો તેને નીપ્કીન પર મુકી દો.

ધીમા તાપે અલગ પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. બારીક સમારેલી ડુંગળી નાંખો અને તે આછા બ્રાઉન રંગના થવા દો.
હવે લસણ નાંખો અને 20-25 સેકંડ માટે મિશ્રણને હલાવતા રહો.
ત્યારબાદ પાલકની પ્યુરી, ગરમ મસાલો અને મીઠું નાંખી, મિશ્રણ મિક્સ કરી થોડીવાર સરખું રંધાવા દો.
તેમાં 1/3 કપ પાણી ઉમેરો, બરાબર મિક્ષ કરી લો અને ધીમા આંચ પર રંધાવા દો. વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહો.

જ્યારે ગ્રેવી ઉકળવા લાગે ત્યારે તળેલુ પનીર નાખીને 3-4 મિનિટ રંધાવા દો.
લીંબુનો રસ અને કસૂરી મેથી નાખી બરાબર મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરો અને મલાઈ નાખી મિક્સ કરો.
ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી લો અને તેને રોટલી, સાદા પરાઠા અથવા બટર નાન સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *