મિશન-2022 વિધાન સભા ચુંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અમદાવાદ એરપોર્ટ આગમન થતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ બનેલી આમ આદમી પાર્ટીની નજર હવે આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી સત્તાનો નહીં તો વિપક્ષ તરીકેનો વિકલ્પ બનવા માંગે છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેને મહત્વ પૂર્ણ માનવામાં આવે છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેને લઈને આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે જેમને લઈ આમ આદમી પાર્ટી આ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે. જેને લઈને અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ મહત્વનો ગણવામાં આવે છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યાલયને બદલે વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરમાં પ્રેસનું આયોજન કરાયું છે. વલ્લભ સદન શ્રીજી ચરણમાં કેજરીવાલ પૂજન અર્ચન પણ કર્યું. પત્રકાર પરિષદ સંબોધિત કરતા ગોપાલ ઈટાલીયા એ કહ્યું કે, ઇસુદાન ગઢવીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. અને ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીને આપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું.
ઇસુદાન ગઢવીએ વાત કરતા જણાવ્યું કે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની મુહિમ છે. પહેલા પણ મારો ઉદ્દેશ સમાજ સેવાનો હતો, અને આજે પણ સમાજ સેવાનો છે. ભવિષ્યમાં પણ રહેશે. ગુજરાતની સિસ્ટમમાં રહેલી ગંદકી સાફ કરવા માટે મેદાનમાં ઉતરવું પડે છે.
ઇસુદાન ગઢવીએ વાત કરતા વધુમાં જણાવ્યું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.
વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધિત કરતા કહ્યું છે કે, મને એરપોટ ઉપર એક કર્મચારી મળ્યો જેણે મને કહ્યું કે, ઇસુદાન ગઢવી ગુજરાતના અરવિંદ કેજરીવાલ છે. આજે ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતના વેપારીઓ ડરેલા છે. હવે ડરવાની શું જરૂર છે. હવે તો દેશ આઝાદ થઇ ગયો છે. ગુજરાતની સરકારી હોસ્પિટલ અને સ્કુલ ની હાલતો ખરાબ છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવતા કહ્યું કે, કોરોના કાળમાં ગુજરાતને રામભરોસે છોડી દેવામાં આવ્યું હતું. ગુજરાતમાં આજે વીજળી મોંઘી કેમ છે. ગુજરાતની ખરાબ હાલત પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન છે. ગુજરાતમાં આજના યુવાનો બેરોજગાર છે. ગુજરાતની જનતાને આજે ભાજપ-કોગ્રેસ ઉપરાંત ત્રીજો વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં હવે બદલાવ આવશે.
અરવિંદ કેજરીવાલના મુખ્ય મુદ્દાઓ:
દિલ્લીમાં જો વીજળી ફ્રી છે તો ગુજરાતમાં વીજળી મોંઘી કેમ છે.
2022 વિધાનસભામાં 182 સીટ પર ચૂંટણી આમ આદમી પાર્ટી લડશે.
ગુજરાતમાં યુવા બેરોજગાર, સારું શિક્ષણ નથી તેમજ સરકારી હોસ્પિટલ, સ્કૂલો ખરાબ છે.
ગુજરાતની રાજનીતિ ખરાબ છે, બંને પાર્ટીઓ સાથે મળી ચૂંટણી લડે છે.
ગુજરાતનું મોડલ ગુજરાતમાં જ રહેશે. ગુજરાતના લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે.
પત્રકાર ઇસુદાન ગઢવી સર્કીટ હાઉસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીથી પ્રેરાઈને પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી, સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર નાવડિયા, સુરત શહેર સંગઠન પ્રધાન રજની વાઘાણી, શહેર ઉપરાષ્ટ્રપતિ રમેશ પરમાર સહિત દિપક પાટીલની ટીમ અને પક્ષ સાથે સંકળાયેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, આજે ભાજપના 60 કાર્યકરો આપમાં જોડાયા હતા, આ પહેલા છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 300 થી વધુ ભાજપ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.