બ્રિટનમાં એક જ પરિવારના બે લોકો મંકીપોકસ વાઇરસ થી સંક્રમિત થયેલા મળ્યા છે. તેના પછી તેના વિસ્તારમાં ભયજનક સ્થિતિ ઉભી થઈ છે. પણ સ્વાસ્થ્ય અધિકારી ઓ નું કહેવું છે કે, આ બીમારી લોકોમાં ફેલાવવાનો ભય બહુ ઓછો છે.
દુનિયા કોરોનાવાયરસ સામે લડી રહી છે. આવા સમયે બ્રિટનમાં એક નવા વાયરસ નો કેસ સામે આવ્યો છે. આ વાયરસ નું નામ મંકીપોકા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે આ વાયરસ વિદેશથી બ્રિટનમાં આવ્યો છે. બ્રિટનમાં નવા કેસ સામે આવતા બ્રિટનના ડોક્ટરોએ આ નવા કેસ વિશે રિસર્ચ કરવાનું શરૂ કરી દીધું છે.
શું છે મંકિપોકસ વાઇરસ ?
વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું કહેવું છે કે, મંકીપોક્સ વાઇરસ જાનવરો માંથી માણસોમાં આવ્યો છે.આ બીમારી મધ્યમ અને પશ્ચિમ આફ્રિકન દેશોમાં જોવા મળે છે. આ બીમારી જાનવરોના સીધા સંપર્કમાં આવવાથી થઈ શકે છે.
આ બીમારીનાં લક્ષણો માં તાવ, માથું દુખવું, કમરમાં દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને શરીર જકડાઈ જવું જેવા અનેક લક્ષણો જોવા મળે છે. આ બીમારીથી બચવા માટે શરીરને વારંવાર ગરમ પાણીના કપડાથી સાફ કરતા રહેવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.