હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં રસ્તામાં જઇ રહેલી યુવતીની છેડતી કરવામાં બે યુવાનોએ મુશ્કેલી પડી હતી. પીડિત યુવતી શાંત રહી, પરંતુ તેની નાની બહેને આ બદમાશોને ભારે માર માર્યો હતો. નાની બહેને યુવકો પર ઉગ્ર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સુતગિરની ચોક નજીકથી પસાર થતી એક યુવતીને બે બાઇક સવાર યુવકોએ અટકાવી હતી. આરોપી યુવકોએ યુવતીની છેડતી શરૂ કરી હતી. આ દરમિયાન યુવતી ગભરાઈ ગઈ હતી. તે જ સમયે પીડિત યુવતીની નાની બહેન ત્યાં પહોંચી હતી.
ભોગ બનનારી યુવતીની નાની બહેન આરોપી યુવકો સાથે જરાક પણ ડર રાખ્યા વગર લડી હતી. યુવતીનો ગુસ્સો જોઇને લોકોનો પરસેવો છૂટી ગયો. એક આરોપી બાઇક છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો, જ્યારે બીજાને યુવતીએ પકડી લીધો હતો.
પીડિત યુવતીની નાની બહેને આ યુવકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન સ્થળ પર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ ફોનમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લોકો વાયરલ વીડિયોમાં યુવતીની હિંમત જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે, આ વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે મોટી બહેન નાની બહેનને શાંત પાડવાની કોશિશ કરતી રહી. પરંતુ, નાની બહેનનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.