ગુજરાતમાં ઈંગ્લીશ દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે…- જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ

રાજસ્થાનથી અમદાવાદના બુટલેગરને ડીલીવરી આપવા માટે ટ્રકમાં વ્હાઇટ સિમેન્ટની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલો ડ્રાઈવર 450 કિલો મીટર જેટલું અંતર કાપીને અડાલજ તરફ આવતા પોલીસે પકડી પડ્યો હતો. અડાલજ પોલીસે મળતીના આધારે ઝડપી લેવામાં આવેલા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓમાંથી 2400 નંગ દારૂની બોટલો સહિત કુલ. 18.02 લાખ રૂપિયાનો માલ જપ્ત કરી રાજસ્થાનના બુટલેગર મૂકેશ તૈલી તેમજ દારૂ મંગાવનાર અમદાવાદના બુટલેગરને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

ત્યારે ગઈકાલે અડાલજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.એચ.સિંધવના ઓડર પ્રમાણે સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગજેંદ્રસિંહ લાલસિંહને માહિતી મળી હતી કે, રાજસ્થાનથી  વિદેશી દારૂનો જથ્થો ટ્રક મારફતે અમદાવાદ તરફ લાવવા રવાના થયો છે.

અડાલજ પોલીસનો કાફલો જાણ થયેલા ટ્રક ને ઝડપી લેવા માટે અડાલજ હાઇવે રોડ એફ સી આઈ ગોડાઉન પાસે વોચ ગોઠવીને રસ્તો બ્લોક કરીને ગોઠવાઈ ગયો હતો. ત્યારે માહિતી મુજબ ટ્રક દૂરથી આવતી દેખાતા પોલીસ સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો.

પોલીસે ટ્રકની તલાશી લેતાં સફેદ કલરના પાઉડરના કોથળા ભરેલા હતા. પરંતુ ચોક્ક્સ જાણ હોવાના કારણે તમામ કોથળાઓ દૂર કરીને જોયું તો વિદેશ દારૂની પેટીઓ મળી આવી હતી. તેથી ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રાજુનાથ મોહનનાથ યોગી જણાવ્યું હતું. વિદેશી દારૂની પેટીઓ રાજસ્થાન ભીલવાડાના રીઢા બુટલેગર મૂકેશ તૈલીના કહેવાથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ચાંદખેડા નામના બુટલેગર ને ડીલીવરી કરવા આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ઈન્સ્પેકટર સિંધવે જણાવ્યું હતું કે, ટ્રક રાજસ્થાનથી નીકળીને ચાંદખેડા જવાનો હતો. જેમાં સફેદ પાઉડરના કોથળાની આડમાં પેટીઓમાં ભરેલ 2400 નંગ વિદેશી દારૂ નો જથ્થાની કિંમત રૂપિયા 2.04 લાખ, ટ્રકની કિંમત રૂપિયા 15 લાખ તેમજ સફેદ પાઉડરના જથ્થાની કિંમત રૂપિયા 98 હજાર થઈને કુલ રૂપિયા 18.02 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ રાજસ્થાન અને ચાંદખેડા ના બન્ને બુટલેગરો ને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *