અમદાવાદમાં એક યુવતીએ પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે ભયાનક રિયે બદલો લીધો છે. યુવતીએ એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા માટે એક્સ બોયફ્રેન્ડના ફિયાન્સીના ન્યૂડ ફોટો વાયરલ કરી દીધા હતા. સમગ્ર મામલો અમદાવાદ સાયબર સેલમાં પહોચ્યો હતો. યુવતીએ એક્સ બોયફ્રેન્ડની ફિયાન્સીના નામથી ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈ.ડી બનાવી પ્રોફાઈલમાં તેના ફોટો મૂક્યા હતા. પીડિત યુવતીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે ગર્લફ્રેન્ડ સામે ગુનો નોંધી તેની ધડપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, નરોડામાં રહેતી 22 વર્ષની એક યુવતીએ તેને એક્સ બોયફ્રેન્ડની સગાઈ તોડાવા માટે ઈન્સ્ટાગ્રામ પર તેની ફિયાન્સીના નામથી ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીએ તેના પ્રોફાઈલ ફોટોમાં ન્યૂડ ફોટો મૂકીને એક્સ બોયફ્રેન્ડને રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે એકાઉન્ટના આઈ.પી મેળવ્યા બાદ યુવકની એક્સ ગલફ્રેન્ડએ જ આ કરતુત કરી હોવાનું સામે આવ્યું હતું.
આરોપી યુવતીની ધડપકડ કરીને પૂછપરછ કરાતા જાણવા મળ્યું હતું કે, ફરિયાદીના યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. યુવકે અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા એક્સ ગલફ્રેન્ડએ બદલો લેવાનું નક્કી કર્યું હતું. યુવતી પાસે યુવકનો ઈન્સ્ટાગ્રામ આઈ.ડી અને પાસવર્ડ તો પહેલાથી જ હતો જેથી તેનો ઉપયોગ કરીને તેણે યુવકના ચેટ બોક્સમાં તેની મંગેતરે મોકલાવેલા અંગત ફોટોઝ પોતાની પાસે રાખી લીધા હતા. પછી યુવકની ફિયાન્સીના નામનું ફેક આઈ.ડી બનાવી તેમાં ફોટોઝ અપલોડ કર્યા હતા.
સાયબર ક્રાઈમ દ્વારા આ ઘટના અંગે આઈ.ટી એક્ટ 43(એ), 66(સી), 67 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.