તમે ભલે તમારી ત્વચાની ગમે તેટલી દેખભાળ કરતા હોવ પરંતુ જો ચહેરા પર વારંવાર હાથ ફેરવવાની આદત હશે તો તે ત્વચાને ખરાબ કરે છે. આમ કરવાથી હાથના કિટાણુ ત્વચાના સંપર્કમાં આવે છે અને તૈલી ત્વચા ઉપરાંત ખીલ, ખરબચડી ત્વચા થવા જેવી સમસ્યાઓ થાય છે. અનેકવાર તે ત્વચાના છિદ્રો ખુલી જવાનું પણ કારણ બને છે. જેના કારણે ત્વચા સૂકી અને ડલ જોવા મળે છે.
યુવાવસ્થામાં ખીલની સમસ્યા સામાન્ય છે. તૈલી ત્વચા, હોરમોન્સનું અસંતુલન, પ્રદૂષણ, અસ્વચ્છતા, સ્ટ્રેસ વગેરે ખીલ થવાનાં મુખ્ય કારણો છે. વળી અયોગ્ય ખાનપાનથી પણ ખીલ થઈ શકે છે. વધુ પડતા ખાંડવાળા ખોરાક, એરીટેટેડ ડ્રીંક્સ, તીખો, મસાલાવાળો, તળેલો ખોરાક, જંક ફૂડ વગેરેથી ખીલની સમસ્યા વકરે છે.
ખીલ દુર કરવાના ઉપાયો:
નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે. લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે. છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.
મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડીયામાં ખીલ મટે છે. જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું, સવારના સાબુથી મોં ધોવું આ પ્રયોગથી ખીલ મટે છે. કાચા પપૈયાને કાપવાથી જે દુધ જેવી પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જળ મૂળથી મટી જશે.
ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી, પંદર વીસ મીનીટ પછી તે સુકાઈ જાય ત્યા પાણીથી ધોઈ નાખવું અને જાડા ટુવાલ વડે મોઢું સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું, એક અઠવાડીયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ડાઘ મટે છે મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.
તુલસીના પાનના સરમાં લીંબુ રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાંખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે. પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
લોબાન સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ મટે છે. કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.