ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરમાં રહેતા કપલે તેમની ૬ વર્ષની દીકરીની સામે જ લગ્ન કર્યા હતા. લુઇસ રેઝે અને કરીમની દીકરી લાયલા રેર બીમારીથી પીડાઈ રહી છે. જન્મ બાદ લાયલા ક્યારેય પોતાના ઘરે ગઈ જ નથી. તેમની સારવાર છેલ્લા ૬ મહિનાથી બ્રિસ્ટોલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં શરુ છે.
ક્રિસમસના દિવસે લાયલાનો જન્મ થયો હતો. જન્મતાની સાથે જ તે ચાર્જ સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાઈ રહી છે. આ બીમારીમાં હાર્ટમાં કોમ્પ્લિકેશનની સાથે જમવામાં અને જોવામાં મુશ્કેલી પડે છે. મેરેજના દિવસે લયલાને હોસ્પીટલમાંથી રજા આપી શકાય તેમ નહોતું. જેને કારણે માતા-પિતાએ હોસ્પીટલમાં જ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું.
આ કપલે ૨૧ મેં ના રોજ દીકરીના હોસ્પિટલ બેડની સામે જ મેડીકલ સ્ટાફની હાજરીમાં આ લગ્ન કર્યા હતા. લાયલાએ ગુલાબી કલરનું સુંદર ફ્રોક પહેર્યું છે. લાયલાના પિતાએ કહ્યું છે કે, અમે લોકો સામાન્ય લગ્ન કરવાનું ઈચ્છતા હતા પરંતુ હોસ્પીટલના સ્ટાફની મદદથી પરફેક્ટ લગ્ન કરી શક્યા.
લાયલાનો હોસ્પિટલ રૂમ ફૂગાઓથી અને ફેમિલીના ફોટો સાથે સજાવ્યો હતો. કપલે મેરેજ કેક પણ મંગાવી હતી. કરીમે કહ્યું છે કે, અમે તમામ હોસ્પીટલના સ્ટાફનો આભાર માનીએ છીએ. મેડીકલ ટીમે પણ અમારી ખુબ જ મદદ કરી હતી. અમારી ઈચ્છા પહેલેથી જ સામાન્ય લગ્ન કરવાની હતી. લાયલા પણ અમને સાથે જોઇને ખુસ ખુશાલ થઇ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.