આણંદ(ગુજરાત): રાજસ્થાન રામદેવરા દર્શન કરી પાંચ મિત્રો કારમાં પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન બોરીયાવી ગામની સીમમાં એક્સપ્રેસ વે પર કાર બગડી ગઈ હતી. આથી, તેને રોકી ટોઇંગ વાનની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન વધુ ઝડપે આવેલ ટ્રકે કારને ટકર મારી હતી. ત્યારે એક મિત્ર કારમાં પાણી લેવા ગયો હતો. ટ્રકે તેને પણ કચડી નાખ્યો હતી તેથી તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
30મી જૂનના રોજ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં અને આણંદની ગણેશ ચોકડી પાસે રહેતા કિરણભાઈ રમણભાઈ ચાવડા તેમની કારમાં રાજસ્થાન રામદેવરા દર્શન કરવા નીકળ્યાં હતાં. તે સમયે તેમની સાથે તેમના મિત્રો ભાવેશ મગનભાઈ ભોઇ, હર્ષદ ચંદુભાઈ પ્રજાપતિ, કિરણ રમણભાઈ ચાવડા અને નયનકુમાર ચંડુભાઈ વંડરા પણ હતાં.
તેઓ બધા બીજા દિવસે દર્શન કરી તેઓ પરત આણંદ જવા નીકળી ગયા હતાં. 11 વાગ્યાની આસપાસ આણંદ નજીક બોરીયાવી ગામની સીમમાં એક્સપ્રેસ વે પર કાર બંધ પડી ગઈ હતી. કારને સાઇડ પર પાર્ક કરી મિત્રો સાઇડમાં રેલીંગ પર બેઠાં હતાં. ત્યારે નયનકુમારને તરસ લાગતા તેઓ કારમાં પાણી લેવા ગયો હતો.
તે જ સમયે પુરપાટ ઝડપે આવેલ ટ્રકે નયનકુમારને અને કાર બન્ને હડફેટે ચડાવ્યાં હતાં અને બીજા મિત્રો હજુ કંઇ સમજે કે વિચારે તે પહેલા ટ્રકના વ્હીલ નયનકુમાર પરથી ચાલી ગયા હતા તેમનું ઘટના સ્થળે જ ગંભીર મોત નિપજ્યું હતું. આ ઘટનાથી મિત્રોએ તરત ટ્રકને રોકી તેના ચાલકને પકડી પાડ્યો હતો. તે જીવનસિંહ કમલસિંહ સિસોદીયા હોવાનું પુછપરછ દ્રારા જાણવા મળ્યું હતું.
ત્યારબાદ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. ટ્રક ચાલકે અકસ્માત બાદ થોડે આગળ જઈને પોતાનો ટ્રક ઉભી રાખ્યો હતો. હાલમાં કિરણભાઈની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક નયનકુમાર વરંડા છૂટક પરદા બનાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન કરતા હતા. તેમને સંતાનમાં 17 વર્ષના અને 13 વર્ષના બે પુત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.