હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓને મોખરાનું સ્થાન આપવામાં આવ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તમે સાચા દિલથી ભગવાનની ઉપાસના અને ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તે તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે છે.
ત્યારે આજે આવા જ એક કિસ્સા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.હનુમાન દાદા તેમના ભક્તોને અને હનુમાનજીના ભક્તો હનુમાન દાદાને ખુબ જ પ્રેમ કરે છે અને તેમના પર અતુટ વિશ્વાસ રાખે છે. હનુમાન દાદા તેમના ભકતોની ખુબ જ કાળજી રાખે છે અને તેમના ભક્તોનું ખુબ જ ધ્યાન રાખે છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે.
રાજસ્થાનના કિશનગઢમાં રહેતા શેખાવતસિંહ હનુમાન દાદાના પરમ ભક્ત છે. તેમને હનુમાનજી ભગવાન પર અતુટ શ્રદ્ધા છે. એક દિવસ તે તેમના મિત્ર સાથે રેલ્વે સ્ટેશન જી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમની રિક્ષાને અકસ્માત નડ્યો અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ બાલાજી મંદિર સાલાસર ધામ દર્શન કરવા માટે નીકળી ગયા હતા. તેમના મિત્રના ના પાડવા છતાં તે મક્કમ રહ્યા અને દર્શન માટે નીકળી ગયા હતા.
તેઓ રસ્તામાં પહોચ્યા અને તેમને અકસ્માત નડ્યો હતો અને તે ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ખુબ જ દર્દ થઇ રહ્યું હતું. ત્યારે તેઓ ભગવાનના નામનું મનમાં સ્મરણ કરવા લાગ્યા હતા અને તે પોતાની સફર પૂરી કરીને બીજે દિવસે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોચ્યા હતા.
મંદિરે દર્શન કરીને ભજન કીર્તનમાંને કીર્તનમાં ક્યારે રાત થઇ ગઈ તે શેખાવતભાઈને જાણ જ ન રહી અને તે જે જગ્યા પર ઈજાગ્રસ્ત થયા હતા તેમનું પણ તેમને ભાન ન રહ્યું અને દુખાવો વધી ગયું અને ત્યાજ તેમને ધર્મશાળામાં રહેવાનું પસંદ કર્યું હતું. ત્યાં તેઓ સુઈ ગયા અને તેવામાં અચાનક જ આંખ ખુલી ગઈ અને તેઓની સામે એક સાધુ બેઠેલા હતા.
ત્યારે શેખાવતભાઈએ સાધુજીને પૂછવાની તૈયારી કરવાના હતા ત્યાં જ ત્યાંથી સાધુ ચાલવા લાગ્યા અને કહીને ગયા કે તમને જે વાગ્યું છે તે સંપૂર્ણ રીતે બરોબર થઇ ગયું છે અને તમે સવારે તમે તમારા ઘરે પણ જી શકશો. આ સાધુની વાત પર મને વિશ્વાસ ન આવ્યો અને જ્યાં વાગ્યું હતું ત્યાં મેં જોયું તો મારી આંખમાંથી આંસુ પડી ગયા કારણ કે મને વાગેલો ઘ હતો જ નહી. ત્યારબાદ ઘરે પહોચીને મેં ગરીબ લોકોને ભોજન કરાવ્યું અને હનુમાન દાદાની પ્રાથના કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.