સગી કાકીએ ફિલ્મી ઢબે સવા મહિનાના ભત્રીજાનું કર્યું અપહરણ- કારણ જાણીને પોલીસ પણ હાંફળીફાફળી થઇ ગઈ

ઉતરપ્રદેશ: ઉતરપ્રદેશના બુલંદશહેરના ડુંગરા જોગી ગામમાંથી ફિલ્મી ઢબે એક માસુમ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. હરકતમાં આવેલી પોલીસે સમયસુચકતા વાપરીને માત્ર ૮ કલાકની અંદર જ માસુમ બાળકને ગાજિયાબાદથી શોધી કાઢ્યો હતો, આ માસુમ બાળકનું અપહરણ કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેમની સગી કાકી હતી. આરોપી કાકીને બાળકનો જન્મ નહોતો થઇ રહ્યો. ત્યારબાદ આરોપી કાકીએ આ અપરહણનો પ્લાન ઘડ્યો. માસુમ બાળકનું અપહરણ કરીને બુલંદશહેર અને ત્યારબાદ ગાજીયાબાદ લઈને પહોચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, સગી કાકીએ પોતાના એક મિત્ર સાથે મળીને ફિલ્મી ઢબે સ્વાસ્થ્યકર્મી બનીને પહેલા પોતાનો વેશ બદલ્યો અને પછી સવા મહિનાના પોતાના સગા ભત્રીજાનું અપહરણ કરીને નાચી છુટી હતી. માસુમ બાળકનું અપહરણ કરીને ગાજિયાબાદમાં પોતાના મકાનમાં લઈ ગઈ.

મળતી માહિતી અનુસાર, હરકતમાં આવેલી પોલીસે સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી બાળકને શોધી કાઢ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે કાકી અને સાથીની ધરપકડ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય વિભાગની ડોક્ટર બનીને આ સમગ્ર ઘટના તેમના સાથીની મદદ લઈને બનાવી હતી.

પોલીસ એસએસપી સંતોષ કુમાર સિંહે જાણકારી આપતા જણાવ્યું છે કે, બાળકની સગી કાકીએ વેશ બદલીને પોતાના પાર્ટનરની સાથે મળીને આ બાળકનું અપહરણ કર્યું હતું. આરોપીની ધરપકડ કરતા મહિલાને પૂછપરછ કરતા જાણતા મળ્યું છે કે તેમને બાળક નહોતું થતું. જેથી ભત્રીજાનું અફહરણ કરવા માટે મજબુર થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *