રૂપાણી સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે એ એક મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાઓએ ખુલ્લેઆમ દારૂની વેપાર કરવામાં આવી રહ્યો છે. લોકો દારૂ લેવા માટે ઉમટી પડે છે. પરંતુ મહત્વનું એ છે કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ ગુજરાત રાજ્યમાં આવે છે ક્યાંથી?
સુરતમાં શહેરમાં વિદેશી અને ઈંગ્લીશ દારૂને એક સાથે નાશ કરવામાં આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આ વિદેશી અને ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ડીંડોલીમાં ઝોન વનમાં બે ડિવિઝન મળી કુલ 55 લાખ રૂપિયાનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી અને ઈંગ્લીશ દારૂ પર બુલડોઝર ફેરવીને તેમનો નાશ કરવામાં આવ્યો છે.
એક સાથે કુલ 55 લાખ રૂપિયાનો દારૂનો નાશ ડીસીપી, એસીપી અને ડેપ્યુટી કલેકટરની હાજરીમાં કરવામાં આવ્યો હતો. પોલીસે ઝડપી પાડેલ દારૂની કુલ 46 હજાર બોટલો વર્ષ 2019-20-21 એકઠી કરવામાં આવી હતી. આ દારૂના જથ્થાને પોલીસની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ સુરત પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી હતી અને ઘણા ખરા દારૂના જથ્થાને નાશ કર્યો હતો.
વિદેશી અને ઈંગ્લીશ દારૂને લઈને ઝોન વનમાં પ્રોબીહેશનના કુલ 705 ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે મહત્વનું છે કે, દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂની હેરફેર ક્યાંથી થાય છે? શું તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે તે પણ એક પ્રશ્ન બનીને રહી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.