સુરત(ગુજરાત): ગોડાદરામાં એક યુવાનને ઢોર માર માર્યો અને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચોરી, જુગાર અને દારૂના ધંધા સાથે જોડાયેલ જીતુ અને વિશાલની ગેંગ 2 બાઇક પર આવીને મૃતકના ભાઈને લાફા મારતા હતા ત્યારે મૃતક ભાઈને બચાવવા ગયો હતી. મૃતક જયારે તેના ભાઈને બચાવવા ગયો હતો ત્યારે અસામાજિક તત્ત્વો મૃતક પર તૂટી પડ્યા હતા. મૃતક કમલેશના ભાઈએ જણાવ્યું હતું કે, પોતાનો આતંક વધારવા સ્થાનિક લુખ્ખાઓએ મારા નિર્દોષ ભાઈની હત્યા કરી છે.
રાહુલ મોહનસિંહ ગીરાશ જે મૃતકના મોટા ભાઈ છે તેને જણાવ્યું હતું કે, આ ઘટના ગઈ કાલે મધ્યરાત્રીની હતી. આ વિસ્તારમાં અસામાજિક તત્ત્વ જીતુ, વિશાલ અને દાદા સહિત 4 લોકો 2 બાઇક પર આવીને અચાનક મને મારવા લાગ્યા હતા. ત્યારબાદ બચાવવા કરવા આવેલા કમલેશને પણ મારવા લાગ્યા હતા. અચાનક ચપ્પુ કાઢીને મારા ભાઈને મારતા હોબાળો મચી ગયો હતો. કમલેશને ચચ્પુના ઘા એટલે ગંભીર વાગ્યા હતા કે તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
વધુમાં રાહુલે જણાવ્યું હતું કે, ગોડાદરામાં અમે 2 ભાઈ અને માતા-પિતા સાથે સાંઈ ટ્રસ્ટની બાજુમાં બાબા બૈજનાથ મંદિરની ગલીમાં રહીએ છીએ. કમલેશ માર્કેટમાં પેકિંગ કામ કરતો હતો. પોતાનો આતંક વધારવા માટે સ્થાનિક લુખ્ખાઓ એ મારા નિર્દોષ ભાઈની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. હાલ આખા કેસની તપાસ લિંબાયત પોલીસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.