બિહાર: બિહાર રાજ્યના આરા જીલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ત્યાના ૧૭ વર્ષીય નીતીશ કુમારના જડબામાં એક સાથે ૮૨ દાંત હતા. ડોક્ટર પણ આ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કિશોરના ૮૨ દાંત સામાન્ય દાતો કરતા અલગ હતા અને ધીમે ધીમે તેમના કદમાં વધારો પણ થઇ રહ્યો હતો. નીતીશ કુમાર દિલ્હીથી લઈને દેશના અનેક મોટા શહેરોમાં ઈલાજ કરાવવા માટે ગયો હતો પરંતુ ડોકટરો પણ ગોટે ચડી ગયા હતા અને આ બીમારીને જાણી શક્યા નહોતા.
પટણાના ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થા (IGIMS) ડોક્ટરોએ નીતીશ કુમારના જડબામાં 82 દાંત જોયા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. ડોક્ટરોએ જણાવતા કહે છે કે દેશમાં આ કદાચ પહેલો કેસ છે જ્યાં આ પ્રકારનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હોય. ડોકટરોએ દાવો કર્યો છે કે આ દેશનો પહેલો કેસ છે અને તેનું સફળ ઓપરેશન પણ કરવામાં આવ્યું હોય.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, 17 વર્ષિય નીતીશ કુમાર છેલ્લા 5 વર્ષથી આ રોગ સામે લડી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી નીતીશના બંને જડબા ફેલાવા લાગ્યા હતા. આને કારણે તેનો ચહેરો સોજી ગયો હતો અને તે અસામાન્ય દેખાવા લાગ્યો હતો. સંબંધીઓએ જણાવ્યું કે તેણે નીતીશની સારવાર માટે દિલ્હી, કોલકાતા, વારાણસી સહિત દેશના ઘણાં મોટા શહેરોમાં સારવાર લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ડોકટરો તેમના આ રોગ વિશે જાણી શક્ય નહિ પરિવારે કહ્યું કે અંતે તે નીતીશને ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થા (IGIMS) ગયો જ્યાં ડોકટરોએ માત્ર આ બીમારીને શોધી કાઢ્યું એટલું જ નહિ, પણ સફળ જડબાના ઓપરેશન પછી નીતીશને બીજી જીંદગી પણ આપી હતી.
પટણાના ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થા (IGIMS)ના સુપરિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મંડલે જણાવ્યું હતું કે નીતિશકુમારને હોસ્પિટલમાં લાવવામાં આવ્યાના ઘણા દિવસો પહેલા તેઓ કંઈપણ ખાઈ શકતા ન હતા. તેણે કહ્યું કે તેને મો અંદર કોઈ તકલીફ નથી, પરંતુ જડબાના નીચલા ભાગમાં સોજો હોવાને કારણે, ત્યાં ખૂબ જ સોજો આવી ગયો હતો કે તેને મોં ખોલવામાં પણ તકલીફ થઈ હતી. તેમણે જણાવ્યું કે આ માટે ડોકટરોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ઓપરેશન દ્વારા નીતીશના જડબાની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. ડો.મનીષ મંડળે જણાવ્યું હતું કે નીતિશ કુમારના જડબામાંથી 82 દાંત કાઢવામાં આવ્યા છે.
17 વર્ષીય નીતીશ કુમારના જડબાનું ઓપરેશન કરનારા ડોકટરોની ટીમે કહ્યું કે, આ એક સરળ ગાંઠ નથી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ પ્રકારના કેસ આનુવંશિક કારણોને કારણે અથવા જડબામાં ઇજાને કારણે અથવા જડબામાં દાંત ચડાવવાની પ્રક્રિયામાં સર્જાતી મુશ્કેલી ઉપરાંત, આવી ગાંઠને કારણે પણ જોવા મળે છે. ડોકટરોએ જણાવ્યું કે 82 દાંતવાળા જડબામાં દાંત સામાન્ય દાંતની જેમ વધી રહ્યો છે. મહત્વનું છે કે 17 વર્ષિય કિશોરને ઘણું દુ:ખ સહન કરવું પડતું હતું. ડોક્ટરે કહ્યું કે ઓપરેશન પછી દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે કહ્યું કે ઓપરેશન કેવી રીતે કરવામાં આવ્યું છે જેથી નીતીશ કુમારનો ચહેરો સામાન્ય વ્યક્તિને હોય તેવો જ લાગી રહ્યો છે.
નીતીશ કુમારના જડબામાંથી કાઢવામાં આવેલી ગાંઠને તપાસ માટે મોકલવામાં આવ્યું છે, જેથી ખ્યાલ આવે કે તેમના દાંત કેવા છે. આ અંગે રિપોર્ટ આવ્યા બાદ જ સંપૂર્ણ જાણકારી મળી શકશે. ગાંઠની સાથે ૮૨ દાંત હતા જેનું ખુબ જ ધ્યાન રાખીને અને કાળજી પૂર્વક કાઢવામાં આવ્યા છે. ડૉ. જાવેદ ઈકબાલે અને ડૉ. પ્રિયંકર સિંહે જણાવ્યું છે કે આ જડબાંનું ઓપરેશન એક ઈતિહાસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.