સોનાની કિંમતમાં મોટો ઘટાડો: એકસાથે આટલા ભાવ ઘટના લોકો ઉપડ્યા ખરીદવા- જાણો જલ્દી…

નવી દિલ્હી: આજે ફરીવાર સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તક સારી છે. જણાવી દઈએ કે, ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, આજે 22 કેરેટ સોનાનો ભાવ 46,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. આ ઉપરાંત, આજે ચાંદીના ભાવમાં પણ નરમી જોવા મળી છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી બાજુ, ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, આજે સોનું 46,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે, હજુ પણ ગોલ્ડ 10,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

ચેક કરો સોનાની કિંમત (Gold Price Today, 13 July 2021):
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 46,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, મુંબઈમાં 46,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચેન્નઈ અને કોલકાતામાં 45,070 રૂપિયા અને 47,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આવી જ રીતે 24 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો તે દિલ્હીમાં 50,850 રૂપિયા, મુંબઈમાં 47,710 રૂપિયા, ચેન્નઈમાં 49,170 રૂપિયા અને કોલકાતામાં આ ભાવ 50,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીની કિંમત (Silver Price Today, 13 July 2021):
મુંબઈમાં 69,100 રૂપિયા, ચેન્નઈમાં 73,800 રૂપિયા અને કોલકાતામાં આ ભાવ 69,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. દિલ્હીમાં એક કિલોગ્રામ ચાંદીની કિંમત 69,100 રૂપિયા છે. નોંધનીય છે કે, ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેના આગલા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. ત્યારે જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *