નિર્દોષ હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી ઈરાનની જેલમાં બંધ છે ભારતીય યુવાનો, PM મોદીએ યુવાનોને વતન પરત લાવવા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાનમાં ફસાયેલા 5 ભારતીયે એક વીડિયો મેસેજ મોકલ્યો છે. જેમાં તેમણે વડાપ્રધાનને માંગણી કરી છે કે, તેમને વતન પરત લાવવામાં આવે. ભારતીઓનો આરોપ છે કે, 400 દિવસ તેમને જુઠ્ઠા કેસમાં ફસાવીને જેલમાં રાખવામાં આવ્યા હતા. મુક્ત કર્યા પછી પણ તેમના પાસપોર્ટ અને આઇડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ્સ પાછા આપવામાં આવ્યા નથી.

2019માં મુંબઈના અંકિત યેનપુરે, પટનાના પ્રણવ તિવારી, દિલ્હીના નવીન સિંહ અને ચેન્નઈના તમીહ સેલ્વન મર્ચન્ટ નેવી જોઈન કરવા માટે ઈરાન ગયા હતા. જ્યારે ઓમાનમાંથી જહાજમાં ફેબ્રુઆરી 2020માં રવાના થયા ત્યારે તે એક સમુદ્રી ડ્રગ્સ રેકેટમાં ફસાઈ ગયા હતા. બાદમાં તેમની ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવ્યા હતા. થોડા સમય પછી તેમને નિર્દોષ જાહેર કરીને છોડી દેવામાં આવ્યા હતા. હાલ ત્યાં આ તમામ મુશ્કેલીમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયને આ તમામ પરિવારે પત્ર લખ્યો છે. જોકે અત્યારસુધી કોઈ પણ મદદ મળી નથી. અંકિતના પિતાએ જણાવ્યું હતું કે, આ બાળકોનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. તેમને ભારતમાં પરિવારોથી દૂર રાખવામાં આવ્યા છે.

વીડિયો મેસેજમાં અંકિતે જણાવ્યું હતું કે, અમે વતનમાં પરત ફરવા માટે આ વીડિયો બનાવી રહ્યા છે. ઈરાનના ચાબહારથી આ વીડિયો બનાવ્યો છે, જ્યાં હિન્દુસ્તાને 200 મિલિયન ડોલરનો પોર્ટ પ્રોજેક્ટ કર્યો હતો. છેલ્લા 400 દિવસથી અહીં અમે ફસાયા છે. અમને એક ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા. અમે આ ખોટા કેસમાં અમારા એજન્ટને કારણે ફસાઈ ગયા. અમે નિર્દોષ હોવા છતાં 400 દિવસથી જેલમાં રહ્યા હતા. અમને 9 માર્ચ 2021ના રોજ છોડવામાં આવ્યા હતા. અમે કોઈ જ ખોટું કામ કર્યું ન હતું.

વડાપ્રધાનને અંકિતે કહ્યું હતું કે, ઈરાની અધિકારીઓએ મુક્ત કર્યા પછી પણ અમને પાસપોર્ટ ન આપ્યા અને આ સિવાય કોઈ આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ પણ આપ્યા ન હતા. જાનવર જેવી અમારી સ્થિતિ થઈ ગઈ છે. અમારી પાસે પૈસા નથી. અમે લોકો પાસે કોમ્યુનિકેશન માટે મદદ માગી ત્યારે અમને મદદ મળી. અમારા જીવને જોખમ છે. અમારી સાથે કંઈ પણ થઇ શકે છે.

ભારતીયોએ આ વીડિયો મેસેજમાં હાથ જોડીને અપીલ કરી છે કે, તેમને વતનમાં પરત લાવવામાં આવે. તેમણે કહ્યું છે કે, અમારી સ્થિતિ ખૂબ ખરાબ છે. અને દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. મોદીજી, પ્લીઝ તમે ઈરાન સરકારનો સંપર્ક કરીને કે તેહરાન સ્થિત ઈન્ડિયન એમ્બેસીને બોલાવીને અમને વતન પરત ફરવામાં મદદ કરો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે, અમને પરત બોલાવી લો. જય હિન્દ. ધન્યવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *