હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી આસમાને પહોચ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 30 પૈસાનો વધારે નોંધાયો છે. આ ઉપરાંત, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડીઝલનો ભાવ સ્થિર છે. તેમજ મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદની વાત કરીઓ તો ભાવ વધારા બાદ આજે પેટ્રોલની કિંમત 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. મે મહિનાથી અત્યારસુધી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 41 વખત વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન, પેટ્રોલની કિંમતમાં 10.79 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જુલાઈની વાત કરીએ તો આ મહિને નવ વખત પેટ્રોલની કિંમત વધારવામાં આવી છે. મે મહિનામાં 16 વખત અને જૂનમાં 16 વખત પેટ્રોલની કિંમત વધારવામાં આવી હતી.
રાજ્યના ચાર મુખ્ય શહેરમાં ભાવ
સુરત – પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
વડોદરા – પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
અમદાવાદ – પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
રાજકોટ – પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર
દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price on 17 July 2021)
ચેન્નાઈ – પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા– પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
દેશના અન્ય શહેરના ભાવ
ગુરુગ્રામ – પેટ્રોલ 99.46 રૂપિયા અને ડીઝલ 90.47 રૂપિયા પ્રતિ લીટર
બેંગલુરુ – પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
પટના – પેટ્રોલ 104.57 રૂપિયા અને ડીઝલ 95.81 રૂપિયા પ્રતિ લીટર
લખનઉ -પેટ્રોલ 98.69 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
જયપુર – પેટ્રોલ 108.71 રૂપિયા અને ડીઝલ 99.02 રૂપિયા પ્રતિ લીટર
ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર
અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.
પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.