કાળ બનેલા ડમ્પરે 15 વર્ષીય કિશોરને કચડી નાખ્યો, ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત 

બાવળા(ગુજરાત): તાજેતરમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન, હાઇવે ઉપર આવેલા પુલ ઉપરથી બાઈક પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલા ડમ્પરચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક ઉપર સવાર કિશોરને મોટી ઇજા થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત થતાં બાવળા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બાવળામાં રામદેવપીર મંદિરની બાજુમાં ડરણ રોડ પર રહેતા ગણેશભાઇ મંગાભાઇ બરડિયા બપોરના ત્રણ વાગ્યે બજારમાં કામ માટે જવાનું હોવાથી હાર્દિકભાઈ વાઘેલાનું બાઈક નંબર જી.જે. 38.એ.ઇ. 4571 લઇને જવા નીકળતાં બાજુમાં રહેતા તેમના કુટુંબી કાકા શૈલેષભાઇ ગોકાભાઇનો દીકરો અમિત બાઈક પાછળ બેસી ગયો હતો. આ દરમિયાન બાઈક જયારે રામદેવપીરના મંદિરથી હાઇવે રોડ ઉપર પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી એને જોરદાર ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા. અમિત હાઇવે પર પડી જતાં ડમ્પરના ટાયર નીચે બંને પગ આવી ગયા હતા અને ખૂબ જ લોહી નીકળવા લાગ્યું હતું.

આ દરમિયાન, ડમ્પરચાલક ડમ્પર ઘટનાસ્થળે જ મુકીને ફરાર થઇ ગયો હતો. જેથી ત્યાંથી પસાર થઇ રહેલા માણસો અને પોલીસ આવી જતાં ડમ્પરને ધકકો મારીને દૂર સુધી લઈ ગયા હતા અને 108ની ઈમર્જન્સી સેવાને ફોન કરતાં બાવળાની 108ના પાયલોટ અનિરુદ્ધસિહ અને ઇએમટી રવી લાલકિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને કિશોરને સારવાર માટે બાવળા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બાવળા પોલીસમાં ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાવળા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા દ્વારા ભાગી ગયેલા ડમ્પરચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બાવળા-સાણંદ હાઇવે પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં 15 વર્ષીય કિશોર ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો. ટાયર નીચે આવી જતાં આસપાસથી લોકોનાં ટોળાં એકઠા થયા હતા. પોલીસ તથા નાગિરકો દ્વારા કિશોરને બહાર કાઢવાનો પ્રસાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેના કમરથી નીચેનો ભાગ એકદમ છુંદાઇ ગયો હતો. 3:37 વાગ્યે કોઇએ 108ને ફોન કરતાં 108 ફક્ત 8 જ મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. ત્યાંથી તેને બાવળા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો.

કમર સુધીના ભાગ પર ટાયર ફરી વળતાં કિશોર તડપી રહ્યો હતો. “બચાવો બચાવો મને અહીંથી કાઢો”ની બૂમો પાડતો રહ્યો હતો. પરંતુ, તેની સ્થિતિ એવી હતી કે તેને બચાવવાનું અશક્ય લાગતું હતું. પણ ત્યાં હાજર લોકો દ્વારા ડમ્પરને ધક્કા મારી કિશોરને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બાવળા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *