અવારનવાર ટ્રેન અક્સ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે આવી જ એક ઘટના સામે આવી છે. મહિલાનો ટ્રેન અકસ્માતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે, મહિલાનો પગ લપસી ગયો અને તે પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે ઝૂલવા લાગી.
ઘણી વખત લોકો ઉતાવળમાં ચાલતી ટ્રેનમાં ચડવાની ભૂલ કરી બેસતા હોઈ છે. આ પ્રકરણમાં, તેઓ ભયંકર અકસ્માતોનો શિકાર પણ બનતા હોય છે. દર વખતે આ અકસ્માતોમાંથી કઈક ને કઈક શીખવામાં આવે છે કે, રેલવે સ્ટેશન પર આવી નાની નાની ભૂલો કરવાનું ટાળવું જોઈએ, તે ઉપરાંત પણ લોકો શીખતા નથી. સિકંદરાબાદ રેલવે સ્ટેશનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ દુર્ધટનાનો વીડિઓ જોઇને તમારું હદય દ્રવી ઉઠશે.
દુનિયામાં એવા ઘણા લોકો છે, જે તેમની બેદરકારીને કારણે ગંભીર અકસ્માતોનો ભોગ બને છે. રેલવે સ્ટેશન પર ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. તેમ છતાં, લોકો બેદરકારી રાખીને પોતાના જીવના જોખમે ન કરવાનું કરી બેસે છે. તાજેતરમાં, તેલંગાણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશનનો એક દર્દનાક વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં, એક મહિલા ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરે છે અને લપસી પડે છે અને ટ્રેક વચ્ચે ફસાઈ છે. આ બનાવનો વિડીયો પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.
#WATCH | Telangana: A constable of Railway Protection Force (RPF) saved a woman from falling under moving train in Secunderabad. (30.07) pic.twitter.com/evlanew8op
— ANI (@ANI) July 31, 2021
RPF જવાને બચાવ્યો જીવ
મોટાભાગે આવા અક્સ્માતમાં કોઈ પાસે હોતું નથી, પરંતુ આ મહિલા નસીબ વાળી હતી કે, આ અકસ્માત દરમિયાન તેનાથી થોડે દુર જ એક RPF જવાન હાજર હતો. બનાવ સ્થળેથી આ જવાન થોડે જ દુર ઉભો હતો. આ બનાવ જોતા જ જવાને પોતાની સુજ્બુધ અને બુદ્ધિથી મહિલાનો જીવ બચાવ્યો હતો. જો આ વચ્ચે થોડો પણ વિલંબ થયો
જ્યારે આવો અકસ્માત થાય છે, ત્યારે કેટલીકવાર આસપાસ રહેતા લોકો ક્ષણવાર માટે દુર થઇ જાય છે. આવું જ કંઈક આ અકસ્માત દરમિયાન પણ થયું હતું. પરંતુ ત્યાં ઉભેલા એક આરપીએફ કોન્સ્ટેબલે પોતાની સુજ્બુધ અને બુદ્ધિથી મહિલાનો જીવ બચાવ્યો. મહિલાનો પગ પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે આવી ગયો હતો. આવી સ્થિતિમાં એક ક્ષણનો વિલંબ પણ મોટું દુર્ધટના સર્જી શકે છે. જેથી સાવચેતી રાખીને વાહનોમાં ચડવાનો આગ્રહ રાખવો જોઈએ. અત્યાર સુધી 60 હજારથી વધુ લોકોએ આ વીડિયો (વાયરલ વીડિયો) જોયો છે. ઉતાવળમાં ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનવા કરતાં સમય પહેલા સ્ટેશન પહોંચવું વધુ સારું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.