સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરને લઈને ભારતના ટોચના માઈક્રો બાયોલોજીસ્ટ અને વયારોલોજીસ્ટ ગગનદીપ કાંગે મોટી આગાહી કરી દીધી છે. તેમણે જણાવતા કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેરની આગાહી કોઈ કરી શકતું નથી પણ જો વાયરસ આગળ જઈને ખતરનાક રૂપ ધારણ કરશે તો તે વધારે ઘાતક બની શકે છે. તાજેતરમાં જ કોરોનાને લઈને કેરળના રાજ્યની સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે.
માઈક્રો બાયોલોજીસ્ટ અને વાયરોલોજિસ્ટ કાંગે કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઈને કહ્યું છે કે, આ ન્યાયસંગત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની લડાઈમાં કેરળ મોડલની સોશ્યલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. કેરળમાં સંક્રમણ વધવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્તવામાં આવેલી બેદરકારીને હાલમાં જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. સાથે તેઓએ કહ્યું છે કે, અહીં સંક્રમણ વધારે ફેલાવવા માટે બકરી ઈદ પહેલાનો સમય અત્યંત જવાબદાર છે. ત્યારે હાલમાં અહીં ધીમું વેક્સિનેશનને લીધે રાજ્યને કોઈ છુટછાટ આપવામાં આવતી નથી.
જોવા જઈએ તો થોડા મહિના પહેલા સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને આડે હાથ લીધી છે. રાજ્યની સરકારે બકરી ઈદના અવસરે 3 દિવસ માટે કોરોનાના નિયમોને હળવા કર્યા હતા. કોર્ટે કેરળ સરકારને કલમ 21 અને 144ના પાલન કરવાના આદેશ આપતા કહ્યું છે કે, કાવંડ યાત્રા કેસમાં તેના કોરોનાનાં આદેશનું પાલન કરવામાં આવે.
માઈક્રો બાયોલોજીસ્ટ અને વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગનું કહેવું છે કે, દરેક રાજ્યની જેમ કેરળ રાજ્ય પણ કોરોના પ્રતિબંધના કારણે માનસિક રીતે મુશ્કેલી અનુભવી રહ્યું છે. સરકાર પર લોકોની તરફથી પ્રતિબંધમાં ઢીલ આપવાનું ખુબ પ્રેશર કરવામાં આવી રહ્યું છે પણ હાલમાં આ યોગ્ય સમય નથી. ગગનદીપ કાંગે કહ્યું કે કેરળના લોકો ઓણમનો તહેવાર પહેલાની જેમ ધામધુમથી અને ખુશીની જેમ મનાવી શકશે નહીં, કોરોનાના સંક્રમણને કારણે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.