જંગલમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી આવતા મચ્યો ખળભળાટ- થોડા સમય પહેલા જ હતી બંનેની સગાઇ

અરવલ્લી: આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે શામળાજી નજીક ધુળેટાના જંગલમાં યુવક યુવતીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા હોબાળો મચી જવા પામ્યો છે.

જાણવા મળ્યું છે કે, ધુળેટા ગામનો યુવક અને ઓડ ગામની યુવતીની ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો લટકતાં હતા. આ બંને યુગલની સગાઈ થઇ ગઇ હતી. ઘટનાની જાણ શામળાજી પોલીસને થતાં પોલીસ દ્વારા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ પંથકમાં ભારે તર્કવિતર્કની ચર્ચા થઇ રહી છે. હાલ શામળાજી પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અ ઉપરાંત, યુવક-યુવતીના મોતનું કારણ જાણવા ડોગ સ્કવોડઅને એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે.

આ અંગે મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે. ધુળેટા ગામના જંગલમાં ધુળેટાના સંજયભાઈ રસીકભાઇ પાંડોર અને તેની સાથે સગાઇ કરેલી ઓડ ગામની યુવતી સાનિયાબેન પોપટભાઈ ડામોરની ઝાડ સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી લાશો મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.

હાલ આ આપઘાત પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી. શામળાજી પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવક-યુવતીની લાશને ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇ શામળાજી પોલીસ દ્વારા મૃતક યુવતીના પિતા પોપટભાઈની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોડાસામાં થોડા સમય પહેલા એક યુવતીએ સગાઈનાં એક વર્ષ બાદ યુવકે લગ્ન કરવાની ના પાડી દેતા આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, મોડાસાના લીંબોઈ ગામે રહેતી એક પરિવારની 20 વર્ષિય યુવતીની એક વર્ષ પહેલા સગાઈ કરવામાં આવી હતી.

મંગેતરના અન્ય યુવતી સાથે સંબંધ હોવાથી એક વર્ષ પછી મંગેતરે લગ્ન કરવાની ના પાડી હતી. જેથી આ બાબતે યુવતીને લાગી આવતાં તેણે આપઘાત કરી લીધો હતો. જણવા મળ્યું છે કે, યુવતીનો મંગેતર કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. જેની સામે યુવતીના પરિવારજનોએ દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *