ઘરની બહાર નીકળતા જ જો આ 5 વસ્તુઓ જુઓ છો તો તૈયાર રહેજો, બદલવા જઈ રહી છે તમારી કિસ્મત

કોઈ ઘટના પોતાની જાતે જ નથી ઘટતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, દરેક વસ્તુ, દરેક ઘટનાનું કોઈ ને કોઈ મહત્વ હોય છે. તમે તમારી આસપાસ જે પણ જુઓ છો, તે વસ્તુઓ ભવિષ્ય સૂચવે છે. આમાંના કેટલાક સંકેતો અશુભ છે જ્યારે કેટલાકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા નસીબને ઉજ્જવળ બનાવી શકે છે.

ઘરની બહાર નીકળતાં જ દૂધની દૃષ્ટિ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ સારા કામ માટે ઘર પરથી જતા હોવ અને આ સમય દરમિયાન ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી જોવા મળે, તો તમારું કામ ચોક્કસ પૂર્ણ થઇ જશે.

જો કે ઘરમાંથી બહાર નીકળતી વખતે છીંક આવવી અશુભ માનવામાં આવે છે. પરંતુ જો બે છીંક એક સાથે આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો સમજી લો કે તમારું નસીબ બદલાવાનું છે.

જો તમે ઘરની બહાર નીકળતાં જ મંદિરની ઘંટડી સાંભળો છો, તો સમજી લો કે તમારા બધા કામ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તમારી કિસ્મત બદલવા જઈ રહી છે. ઘરની બહાર નીકળતી વખતે ફૂલોની માળા જોવી ખૂબ જ સારી માનવામાં આવે છે. તે તમને બતાવે છે કે, તમારા જીવનમાં કેટલીક સારી તક આવવાની છે.

જો તમે ઘરની બહાર નીકળતાં જ કબૂતર જોવા મળે, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જેને લીધે તમારી કિસ્મત બદલાવવા જઈ રહી છે અને ધન સંપતિમાં પણ વધારો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *