નજીવી બાબતે ભત્રીજાએ કાકીને ધોકે-ધોકે ધોઈ નાખી અને પછી તો જે ખેલ થયા એ જાણી ચોંકી ઉઠશો

છાપી(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છાપીના જ્યોતિનગરમાં કાકી ઉપર ભત્રીજાએ ધોકા વડે હુમલો કરતો હોવાનો વિડીયો વાયરલ થતાં પંથકમાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ અંગે પીડિત મહિલા દ્વારા હુમલાખોર ભત્રીજા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, ચંગવાડા ગામની વતની રેહાનાબેનનું છાપી જ્યોતિનગરમાં રાહતના પ્લોટ ઉપર પોતાનું મકાન બનતું હતું. જેને જોવા માટે ગયા હતા તે દરમિયાન રેહાનાબેનનો ભત્રીજો ઇરફાન યાસીનભાઈ ફકીરે ત્યાં આવીને કહ્યું કે કેમ અહીં આવી છે. જેથી રેહાનાબેનએ કહ્યું કે, મારું ઘર છે એટલે આવી છું.

આ બાબતે ઇરફાન ઉશ્કેરાઈ ગયો હતો અને આ ઘર તારું નથી તેમ કહી અપશબ્દો બોલી ધોકા વડે હુમલો કરી હાથના ભાગે ધોકા ફટકાર્યા હતા જેથી અન્ય મહિલાઓ દ્વારા વચ્ચે પડી છોડાવવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને પાલનપુર સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *