સરકારનો નવો નિયમ: ટ્રાફિક પોલીસ હવે નહીં રોકી શકે તમારી કાર કે નહીં કરી શકે ચેકિંગ- જાણો જલ્દી

મુંબઈમાં નવો ટ્રાફિક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. જેને લઈને મુંબઈમાં રહેતા લોકો માટે મોટા અને રાહતના સમાચાર કહી શકાય. હવે ટ્રાફિક પોલીસ તમને કારણ વગર ઉભા રાખીને હેરાન કરી શકશે નહીં અને બિનજરૂરી રીતે તમારા વાહનોનું ચેકિંગ પણ કરી શકશે નહીં. પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આ અંગે ટ્રાફિક વિભાગને એક પત્ર જારી કર્યો છે.

ટ્રાફિક વિભાગને જે પત્ર આપવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાફિક પોલીસ વાહનોની તપાસ કરી શકશે નહી. ખાસ કરીને જ્યાં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે ત્યાં ટ્રાફીક પોલિસ માત્રને માત્ર ટ્રાફિક પર જ નજર રાખશે કે વધુ પ્રમાણમાં ટ્રાફિક ન થાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમો નો ભંગ કરે ત્યારે જ ટ્રાફિક પોલીસ વાહનને રોકી શકશે .પરંતુ, ઘણીવાર એવું જોવા મળે છે કે, ટ્રાફિક પોલીસ શંકાને આધારે વાહનોને ગમે તેમ અને ગમે ત્યાં રોકે છે અને તેમના બૂટ અને વાહનની તપાસ કરે છે. જેના લીધે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

સી.પી.નાગરાલે દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં તમામ ટ્રાફિક પોલીસને વાહનોનું ચેકિંગ બંધ કરવાનું કહ્યું છે કારણ કે, રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સતત વધતી જાય છે, તેમને પ્રથમ ટ્રાફિક પર ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમની સામે ટ્રાફિકના નિયમ અનુસાર ટ્રાફિક પોલીસે દંડ વસૂલવાનો રહશે.

ટ્રાફિક પોલીસે વાહનોની કોઈપણ પ્રકારની તપાસ કરી શકશે નહી. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે બંને સાથે મળીને નાકાબંધી કરશે. નાકાબંધી દરમિયાન, ટ્રાફિક પોલીસ માત્ર ટ્રાફિકના નિયમોનો ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરશે પણ વાહનોની તપાસ કરશે નહીં. જો આ સૂચનાઓનો કડક અમલ કરવામાં નહીં આવે તો સંબંધિત ટ્રાફિક પોસ્ટના વરિષ્ઠ નિરીક્ષકને જવાબદાર ગણવામાં આવશે.

ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, ટ્રાફિક પોલીસે વ્યક્તિ પર શંકાના આધારે વાહન અને તેમના બુટ ચેક ન કરવા અને તેમને રોકવા પણ નહી. તેમણે કહ્યું છે કે, સ્થાનિક પોલીસ ટ્રાફિકના ગુનાઓ સામે પહેલાની જેમ દંડ ચાલુ રાખશે અને ટ્રાફિકના નિયમો નો ઉલ્લંઘન કરનારાઓને રોકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *