સામાન્ય જનતા પર મોંઘવારીનો માર: ઈતિહાસમાં પહેલીવાર કપાસિયા તેેલે સિંગતેલની સાઈડ કાપી 

હાલમાં પેટ્રોલ-ડીઝલ સાથે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે આજે ઈતિહાસમાં પ્રથમવાર રાજકોટમાં સિંગતેલ કરતા પણ કપાસિયા તેલ 10 રૂપિયાના ઉંચા ભાવે સોદા થયા હતા. વેપારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કેટલીક મિલોનું સિંગતેલ કપાસિયાના તેલ કરતા પણ ઓછા ભાવે મળે છે.

એક સમયે સિંગતેલના ભાવ ઉંચા હોવાથી લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા. પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર  સર્જાતા ભારે વિમાસણ સર્જાવા પામી છે. રાજકોટમાં આજે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના રૂ.2435થી મહત્તમ રૂ.2485ના ભાવે સોદા થયા હતા. ઉપરાંત ગઈકાલે પણ તેના ભાવ આટલા જ રહ્યા હતા.

ગઈકાલે રૂ.2435-2465ના ભાવે વેચાયેલ કપાસિયા તેલમાં આજે રૂ.10નો વધારો થતા રૂ.2455-2485ના ભાવે સોદા થયા હતા. આ અંગે ગુજરાત એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્ઝ એસો.ના પ્રમુખ સમીર શાહે જણાવ્યું કે, ભૂતકાળમાં ગયા વર્ષ સુધી ભાવમાં આવી ઉથલપાથલ થઈ નથી. એમ જણાય છે કે, સિંગતેલના ભાવ માંગ અને પૂરવઠા મૂજબ છે ત્યારે કપાસિયા તેલમાં સટ્ટાખોરીથી ભાવ વધ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે, પામોલીન તેલમાં સરકાર દ્વારા આયાત માટે છૂટછાટ આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. તા.3ના રાજકોટમાં રૂ.1995-2000ના ભાવે પામ તેલના આજે રૂ.30ના વધારા સાથે રૂ.2025-2030ના ભાવે સોદા થયા હતા. આ ઉપરાંત અમે કેન્દ્ર સરકારને અગાઉ સટ્ટાખોરી, ફ્યુચર ટ્રેડીંગ પર નિયંત્રણ મુકવા ભારપૂર્વક રજૂઆત પણ કરેલી છે.

તેલના વેપારી રાજુ તન્નાએ જણાવ્યું હતું કે, કેટલીક મિલોનું સિંગતેલ આજે કપાસિયા કરતા રૂ.10-15 ઓછા ભાવે વેચાઈ રહ્યું છે. છતાં ફરસાણના ધંધાર્થીઓ, હોટલવાળા દ્વારા તેમના વેચાતા કોમર્શીયલ ફૂડના ટેસ્ટમાં ફેરફાર ન થાય તેમ કહીને કપાસિયા તેલની જ માંગ કરવામાં આવી રહી છે. તો ઘરેલુ વપરાશ માટે ગૃહિણીઓ હવે સિંગતેલ વધારે ખરીદતી થઈ છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસિયાનો સૌથી ઉંચો રૂ.1790 સુધીના ભાવ મળ્યા હતા. જાણવા મળ્યું છે કે, યાર્ડમાં 250 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. માત્ર એક સપ્તાહમાં જ કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં રૂ.57નો વધારો થયો છે. તેમજ મગફળીની જારી રહેલી આવક, તેમજ હવે બજારમાં અન્ય રાજ્યોની પણ મગફળીની આવક સાથે તેના રૂ.1000-1200ના ભાવ પણ સ્થિર રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *