તમને જાણીને કદાચ વિશ્વાસ નહીં આવે, પરંતુ દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર બિહારમાં છે. આ સિવાય કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને ઝારખંડમાં પણ સોનાનો ભંડાર છે. બિહારમાં દેશનો 42 ટકા જેટલો સોનાનો ભંડાર છે. જોકે, અહીં સોનાની ખાણકામનું કામ ખુબ ઓછા પ્રમાણ થાય છે. જેટલું બાકી ના રાજ્યોમાં થાય છે તેનાથી ઓછા પ્રમાણ માં બિહારમાં થાય છે.
તમને જણાવી દઈએ કે બિહારમાં સૌથી વધુ સોનાનો ભંડાર છે. દેશના કોઈ પણ રાજ્યમાં આટલો મોટો સોનાનો ભંડાર નથી તો પણ હજુ બિહારની ગણતરી દેશના ગરીબ રાજ્યોમાં થાય છે. બિહારમાં રાજગીર અને જમુઇમાં સોનાનો ભંડાર છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખનિજ ઈન્વેન્ટરીના આંકડા મુજબ દેશમાં 501.83 મિલિયન ટન સોનાનો ભંડાર છે. બિહાર અને કર્ણાટકમાં સોનાનો મોટો ભંડાર છે. કેન્દ્ર સરકાર અનુસાર, દેશના 42.21 ટકા સોનાનો ભંડાર ખાલી બિહારમાં છે. બિહારમાં 222.8 મિલિયન ટન સોનાનો ભંડાર છે.
જોવા જઈએ તો, બિહાર પછી દક્ષિણ ભારતનું રાજ્ય કર્ણાટકમાં સોનાની ભંડારો છે. કર્ણાટકમાં 103 મિલિયન ટન સોનાનો ભંડાર છે. ભારતમાં સોનાના ભંડારમાં કર્ણાટક બિહાર પછી બીજા સ્થાને છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 3 ટકા જેટલો સોનાનો ભંડાર છે, આંધ્રપ્રદેશમાં પણ 3 ટકા અને ઝારખંડમાં 2 ટકા સોનાનો ભંડાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.