માત્ર 10 વર્ષનો ભાઈ પોતાની કેન્સર પીડિત બહેનનો જીવ બચાવવા માટે કરે છે એવું કામ કે.., જાણીને તમે પણ ગદગદ થઇ જશો

તેલંગણા: એકદમ સુંદર સંબંધ ભાઈ-બહેનનો હોય છે. આ સંબંધની ખુબસુરતી જ લાઈફ છે. ક્યારેક બહેન ભાઈનું ધ્યાન રાખે છે તો ક્યારેક ભાઈ બહેનનું. હાલમાં જ તેલંગણાથી એક ઘણી ચોંકાવી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, તેલંગણામાં 10 વર્ષનો ભાઈ કેન્સર પીડિત બહેનની જાન બચાવવા માટે પક્ષીઓના દાણાં વેચી રહ્યો છે. તે પક્ષીઓના દાણા વેચીને પોતાની બહેનની સારવાર માટે પૈસા ભેગા કરી રહ્યો છે.

આ બાળકનું નામ સૈયદ અઝીઝ છે. સૈયદ આ કામ પોતાની માતાની સાથે મળીને રોડ પર કરીને પૈસા ભેગા કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની સ્ટોરી વાયરલ થતા લોકો આ નાનકડા ભાઈના વખાણ કરતા થાકતી નથી. અઝીઝની માતાએ જણાવ્યું છે કે, તેની પુત્રી સકીનાના ઈલાજ માટે કોઈની મદદ મળી નથી. માત્ર રેડિએશન થેરપી સુધી જ સરકારી ફંડ મળ્યું હતું. પરંતુ તેની દવાઓ ઘણી મોંઘી છે. તેમા મદદ કરવા માટે તેનો ભાઈ રસ્તા પર પક્ષીઓને ખવડાવવાના દાણા વેચી રહ્યો છે.

ANIએ ટ્વીટ કરતા ક્રાઉડફંડિગ વેબસાઈટ Kettoને મદદ કરવાની માંગ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, તેઓ ક્રાઉડફંડિગ દ્વારા તેની મદદ કરશે. આ પહેલા કોવિડ મહામારીની બીજી લહેર દરમિયાન પણ લોકોને મદદ કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અને તેની પત્ની અનુષ્કા શર્માએ Ketto ક્રાઉડફંડિગ વેબસાઈટની મદદથી પૈસા ભેગા કર્યા હતા. ત્યારબાદ જરૂરિતામંદ લોકોને મદદ કરી હતી.

Ketto જેવી બીજી ઘણી વેબસાઈટો છે જે ક્રાઉડ ફંડિગ એકઠું કરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. આપણે ત્યાં ક્રાઉડફંડિંગનું ચલણ હજુ થોડા સમય પહેલા શરૂ થયું છે પરંતુ વિદેશોમાં તો ઘણા વર્ષોથી આવું ફંડ ભેગું કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે. વિદેશમાં થોડા સમય પહેલા જ એક હોમલેસ વ્યક્તિ, જે એક પેઈન્ટર હતો પરંતુ કોઈક કારણોસર તેને નુકસાન થતા તે રસ્તા પર આવી ગયો હતો પરંતુ કેટલાંક યુવાનોએ તેની સ્ટોરી સાંભળી તેના માટે ક્રાઉડ ફંડ એકઠું કરીને તેના પેઈન્ટિંગ્સની લાઈવ ઓક્શન કરીને તેને મદદ પૂરી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *