ઈતિહાસમાં પહેલી વખત સરહદ પર મોરચો સંભાળશે ભારતની દિકરીઓ- સૌપ્રથમ મહિલા અધિકારીઓનું સરહદે થયું પોસ્ટિંગ

ભારત: સૌપ્રથમ બે મહિલા અધિકારીઓને ભારત અને ચીન વચ્ચેની એલ.એ.સી.ની સુરક્ષા કરતી આઇ.ટી.બી.પી. દ્વારા તેની સરહદ પર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. મસૂરીની ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ પૂર્ણ થયા પછી બન્ને મહિલા અધિકારીઓને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની રેન્ક પર પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. મસૂરી ખાતે આવેલી આઇ.ટી.બી.પી. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં 53 અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ અને કમિશન સેરેમની યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામી અને આઇ.ટી.બી.પી.ના ડિરેક્ટર જનરલ એસ.એલ. દેશવાલે 680 પાનાંની હિસ્ટરી ઓફ આઇ.ટી.બી.પી. નામની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં આ દળની વિવિધ જાણી-અજાણી બાબતો લખવામાં આવી છે.

આજે કમિશન ધનારી બન્ને અધિકારીઓ પ્રક્રિતી અને દીક્ષા કુમારના ખભા પર કમિશન રેન્ક મુખ્યમંત્રી ધામી અને ડી.જી. દેશવાલ દ્વારા મૂકવામાં આવ્યા હતા. પ્રક્રિતીના પિતા એરફોર્સના નિવૃત્ત અધિકારી છે. જ્યારે દીક્ષાના પિતા કમલેસ કુમાર આઇ.ટી.બી.પી.માં ઇન્સપેક્ટર તરીકે નોકરી કરે છે. દીક્ષાની પાસિંગ આઉટ પરેડ પછી તેના પિતાએ તેને સેલ્યુટ કર્યુ હતું અને ત્યારબાદ પુત્રીને ભેટી અભિનંદન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *