રાતોરાત કરોડોનો માલિક થઇ ગયો ‘ગોલ્ડન’ નીરજ ચોપરા- જાણો કોણે કેટલા-કેટલા કરોડ આપ્યા

ટોક્યો ઓલમ્પિક ૨૦૨૦માં ભારતને ગોલ્ડ અપાવનાર નીરજ કરોડો દેશવાસીઓના દિલમાં જગ્યા કરી ગયો છે. દિન રાત કરેલી મહેનલ હાલ લોકોને નજરે ચડી છે. દેશને ગોલ્ડ આપવનાર નીરજ પર લોકોનો પ્રેમ વધી ગયો છે અને સેંકડો લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.

આ સાથે સાથે જ ગોલ્ડન નીરજ ઇનામોનો હકદાર થયો છે. મળતી માહિતી અનુસાર, નીરજને ૧૩ કરોડ ૭૫ લાખ રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. નીરજની દિનરાત કરેલી મહેનત રંગ લાવી છે. સોસીયલ મીડિયામાં રાતોરાત મિલિયનમાં ફોલોવર્સ વધતા નીરજની લોકપ્રિયતામાં પણ ખુબ વધારો થયો છે.

હાલ પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર નીરજ ચોપરા કુલ ૧૩ કરોડનો માલિક થઇ ગયો છે. ભારત સરકાર દ્વારા નીરજને ૭૫ લાખની ભેટ આપવામાં આવી છે. હરિયાણા સરકાર દ્વારા નીરજને ૬ કરોડની ભેટ આપવામાં આવી છે. પંજાબ સરકાર દ્વારા નીરજને ૨ કરોડની ભેટ આપવામાં આવી છે. મણીપુર સરકાર દ્વારા નીરજને ૧ કરોડની ભેટ આપવામાં આવી છે. આ સાથે સાથે જ BCCI તરફથી પણ એક કરોડની ભેટ આપવામાં આવી છે અને ‘ચેન્નાઈ સુપર કિંગ્સ’ દ્વારા પણ નીરજને એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. BYJU’S એ 2 કરોડના અન્ય રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.

ખરેખર આ નીરજની દિનરાત કરેલી મહેનતનું પરિણામ છે, આ સાથે સાથે જ સમગ્ર દેશમાં નીરજને ઘટના ઇનામો આપવાની જાહેરાત કરી છે. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને નીરજને જીત બાદ ગોલ્ડન બસ પાસ આપવાની જાહેરાત કરી હતી. ઈન્ડિગો, નેશનલ એરલાઇન્સ, નીરજને તેના ગોલ્ડ મેડલ પ્રદર્શન બાદ એક વર્ષ માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. ગોફર્સ્ટ એરવેઝે (GoFirst Airways) નીરજ અને અન્ય મેડલ વિજેતાઓને પાંચ વર્ષ માટે મફત મુસાફરીની ઓફર કરી છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રા, જે આ પ્રકારની પરિસ્થિતિઓમાં ક્યારેય પાછળ નથી, તેમણે નીરજને આગામી SUV XUV700 ભેટ આપવાનું વચન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *