પત્નીને મનાવવા માટે પતિએ પોતાના જીવતા દીકરાની અર્થી સજાવી અને દીકરીને…, જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટના 

મુંબઈ: આજકાલ રાજ્યમાં હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હત્યા તો જાણે એક સામાન્ય ખેલ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર હત્યાનો એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં મહારાષ્ટ્રમાં એક વ્યક્તિએ ઝઘડા બાદ પિયર ચાલી ગયેલી પત્નીને મનાવવા માટે અજીબ યુક્તિ અજમાવી હતી. વ્યક્તિએ હદ વટાવતા તેના બે બાળકોનાં મોતની ખોટી કહાની બનાવી હતી. ત્યાં સુધી કે વ્યક્તિએ તેની દીકરી ફાંસીએ લટકતી હોય તેમજ પુત્ર અર્થી પર પડ્યો હોય તેવી તસવીરો પણ પત્નીને મોકલી આપી હતી.

પોલીસ સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, 33 વર્ષીય સુચિત ગૌડની પત્ની નારાજ થઈને પિયર ચાલી ગઈ હતી. તેને પરત લાવવા માટે સુચિતે આ નાટક કર્યું હતું. જોકે, પાડોશીઓના ધ્યાનમાં આ વાત આવી જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સચિતની ધરપકડ કરવામાં આવી ત્યારે તે દારૂના નશામાં હતો. પોલીસનું કહેવું છે કે, સુચિત દારૂના નશામાં બાળકો અને પત્નીને માર મારતો હતો.

સુચિત જ્યારે તેની દીકરીના ગળામાં ફાંસીનો ફંદો નાંખી રહ્યો હતો ત્યારે આ અંગેની જાણ પાડોશીઓને થઈ હતી. જયારે સુચિત આ પ્રકારની હરકત કરી રહ્યો હતો ત્યારે દીકરી ડરીને બૂમો પાડવા લાગી હતી. ત્યારે બાળકીનો અવાજ સાંભળીને પાડોશી દોડી આવ્યા હતા. ત્યારબાદ પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. કુરાર પોલીસ દ્વારા આ મામલે કેસ દાખલ કરીને સુચિતની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ અંગે પોલીસે જણાવ્યું કે, પત્નીને પરત બોલાવવા માટે આ શખ્સે પહેલા તેના દીકરાને સફેદ રંગનું કફન ઓઢાડ્યું હતું અને તેના પર ફૂલોની માળા નાંખી દીધી હતો. આઠ વર્ષનો દીકરો પિતાના કહેવા પર કંઈ બોલ્યો ન હતો અને શાંતિથી ઊંઘી રહ્યો હતો. જોકે, સુચિતની દીકરી શાંત રહી ન હતી. જેવો સુચિતે તેની 13 વર્ષની દીકરીના ગળામાં ફંદો નાખ્યો કે તે તરત બુમાબૂમ કરવા લાગી હતી.

આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રકાશે બેલે જણાવ્યું કે, ગૌડ દારૂના નશામાં બાળકો અને પત્નીને માર મારતો હતો. બે વર્ષ પહેલા પત્ની ગામ ચાલી ગઈ હતી. થોડા દિવસ પછી સુચિત ગામડે ગયો હતો અને બાળકોને લઈને મુંબઈ આવી ગયો હોવાનું સામે આવ્યું છે. પાડોશીઓએ જણાવ્યું કે, બાળકીની બૂમાબૂમ સાંભળ્યા બાદ જ્યારે તેઓ ઘરમાં પહોંચ્યાં ત્યારે સુચિત બાળકીના ગળામાં ફંદો નાખીને ઊભો હતો અને નીચેની ડોલ હટાવવા જઈ રહ્યો હતો.

આ દરમિયાન, પાડોશીઓએ સુચિતને આવું કરતા અટકાવ્યો હતો. જયારે પાડોશીઓ દ્વારા આ અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેણે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે જ્યારે સુચિતની ધરપકડ કરી ત્યારે તે દારૂના નશામાં હતો. બાદમાં પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ત્રણ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *